reliance future group deal

Reliance future retail deal: સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલ પર પ્રતિબંધ લગાવ્યો, અમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો- વાંચો વિગત

Reliance future retail deal: કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલ પર સ્ટે આપ્યો છે. સુુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રિલાયન્સ, ફ્યુચર ગ્રુપની રિટેલ સંપત્તિ ખરીદવાની ડીલ પર આગળ ન વધી શકે

બિઝનેસ ડેસ્ક, 07 ઓગષ્ટઃ Reliance future retail deal: મુકેશ અંબાણીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ ફ્યુચર-રિલાયન્સ રિટેલ ડીલ મામલામાં અમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલ પર સ્ટે આપ્યો છે. સુુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રિલાયન્સ, ફ્યુચર ગ્રુપની રિટેલ સંપત્તિ ખરીદવાની ડીલ પર આગળ ન વધી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફ્યુચર રિટેલના વેચાણને રોકવા માટે સિંગાપોર આર્બિટ્રેટરના ચુકાદાને લાગુ કરવામાં આવી શકે છે. ફ્યુચર રિટેલની રિલાયન્સ રિટેલની સાથે 3.4 અબજ ડોલર(24713 કરોડ રૂપિયા)ની ડીલ આર્બિટ્રેટરના ચુકાદાને લાગુ કરવા માટે યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફ્યૂચર રિટેલ(Reliance future retail deal)નું વેચાણ રોકવા માટે સિંગાપુર આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવામાં આવી શકે છે. ફ્યૂચર રિટેલનો રિલાયન્સ રિટેલ સાથે 3.4 અબજ ડોલર (24,713 કરોડ રૂપિયા)ની ડીલ આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવા યોગ્ય છે. નિર્ણય પછી BSE પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 2 ટકા ટૂટ્યો હતો. તેના કારણે કંપનીની માર્કેટ કેપ 1.3 લાખ કરોડ ઘટીને 13.47 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે બજાર બંધ થતાં 14.77 લાખ કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભાલા ફેંકમાં નીરજ ચોપરાની સુવર્ણ જીત- ગોલ્ડ મેડલ કર્યો પોતાને નામ, તો બીજી તરફ બજરંગ પુનિયા કુશ્તીમાં મેળવ્યો બ્રોન્સ મેડલ


આ વર્ષે ફેબ્રુઆરીમાં એમેઝોને સુપ્રીમ કોર્ટમાં ફ્યૂચર ગ્રુપ સામે અરજી દાખલ કરી હતી. તેમાં ફ્યુચર ગ્રુપના રેટિલ એસેટ્સને રિલાન્સ રિટેલને વેચવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

ઓગસ્ટ 2020માં રિલાયન્સ અને ફ્યુચર રિટેલની વચ્ચે ડીલ થઈ હતી. આ ડીલની વિરુદ્ધ અમેઝોન સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટમાં પહોંચી છે. 25 ઓક્ટોબર 2020ના રોજ સિંગાપોરની કોર્ટે આ ડીલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સિંગાપોર કોર્ટે પણ કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી. ત્યાંની કોર્ટ ઝડપથી આ અંગે ચુકાદો આપે એવી શક્યતા છે.

ઓક્ટોબરમાં ડીલ પર પ્રતિબંધ લગાવ્યા પછી કોર્ટે કહ્યું હતું કે તે 90 દિવસમાં જ કોઈ ચુકાદો આપશે, કારણ કે આ પ્રતિબંધ સિંગાપોર કોર્ટે લગાવ્યો હતો, આ કારણે રિલાયન્સ અને ફ્યુચર આ આદેશને માનવા માટે બંધાયેલા નહોતા. આ કારણે સિંગાપોરની કોર્ટનો આદેશ લાગુ કરવા માટે અમેઝોને દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી.

20 નવેમ્બર 2020એ કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયા(CCI)એ રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપના સોદાને મંજૂરી આપી હતી. CCIએ જણાવ્યું હતું કે ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ અને લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ કારોબારની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Attack on hindu temple: મંદિર તોડનારાની તુરંત ધરપકડ કરો, દેશમાં બીજા મંદિરો ન તૂટે તે માટે પગલાં ભરોઃ પાક.ના મુખ્ય ન્યાયધીશનો સરકારને આદેશ

ઓગસ્ટ 2019માં એમેઝોને ફ્યુચર ગ્રુપની કંપની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેના માટે એમેઝોને ફ્યુચર ગ્રુપને 1431 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ફ્યુચર કૂપન્સની પાસે ફ્યુચર રિટેલમાં લગભગ 10 ટકા હિસ્સો હતો. એટલે કે એક રીતે એમેઝોને ફ્યુચર રિટેલમાં પૈસા લગાવવાની શરૂઆત કરી દીધી હતી.

એમેઝોન અને ફ્યુચર કુપન્સની વચ્ચે જે કરાર થયો હતો, તેમાં નક્કી થયું કે એમેઝોન 3થી 10 વર્ષ પછી ફ્યુચર રિટેલનો હિસ્સો ખરીદવા તૈયાર થશે. આ સિવાય એ પણ નક્કી થયું કે ફ્યુચર રિટેલ પોતાનો હિસ્સો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને વેચશે નહિ.

જોકે પછી કોરોનાના કારણે લોકડાઉન લાગી ગયુ અને ફ્યુચર રિટેલની સ્થિતિ ખરાબ થઈ ગઈ. કિશોર બિયાનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકડાઉન પછી તમામ સ્ટોર બંધ થઈ ગયા અને આગામી ત્રણ-ચાર મહિનામાં જ કંપનીને 7000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. અંતે આ કંપનીને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચોઃ Renamed rajiv gandhi khel ratna award vivad: રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલાતા રાજકીય વિવાદ શરુ- વાંચો શું છે મામલો?

ઓગસ્ટ 2020માં રિલાયન્સે 24713 કરોડ રૂપિયામાં ફ્યુચર રિટેલને ખરીદવાની જાહેરાત કરી હતી. આ ડીલ પર વાત કઈક આગળ વધે તે પહેલા જ એમેઝોને ડીલ રોકવા માટે સિંગાપુરની કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

સિંગાપુરની કોર્ટે ડીલ પર પ્રતિબંધ લગાવી દીધો. એમેઝોનનું કહેવું હતું કે ફ્યુચર રિટેલે તેમને પુછ્યા વગર રિલાયન્સની સાથે ડીલ કરી, જે ડીલનું ઉલ્લંઘન છે.

Whatsapp Join Banner Guj