Tokyo olympics update 1

Tokyo olympics update: ભાલા ફેંકમાં નીરજ ચોપરાની સુવર્ણ જીત- ગોલ્ડ મેડલ કર્યો પોતાને નામ, તો બીજી તરફ બજરંગ પુનિયા કુશ્તીમાં મેળવ્યો બ્રોન્સ મેડલ

Tokyo olympics update: નીરજે પહેલા પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજા થ્રોમાં એણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો છે. આ ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રો 86.65 મીટર કરતા પણ વધુ છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 07 ઓગષ્ટઃ Tokyo olympics update: ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ ચોપરાની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. એણે પહેલા પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજા થ્રોમાં એણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો છે. આ ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રો 86.65 મીટર કરતા પણ વધુ છે.

ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટર દૂર થ્રો ફેંક્યો છે. નીરજે પોતાના ચોથા અને પાંચમાં પ્રયાસમાં ફાઉલ થ્રો કર્યો હતો. અત્યારે નીરજ ચોપરા ટોપ પર છે. જ્યારે બીજા ક્રમાક પર ચેકનો વિતેસ્લાવ વેસ્લે (85.44 મીટર) થ્રો છે અને ત્રીજા નંબર પર 85.30 મીટર સાથે જર્મનીનો જૂલિયન વેબર છે.

આ પણ વાંચોઃ Attack on hindu temple: મંદિર તોડનારાની તુરંત ધરપકડ કરો, દેશમાં બીજા મંદિરો ન તૂટે તે માટે પગલાં ભરોઃ પાક.ના મુખ્ય ન્યાયધીશનો સરકારને આદેશ

ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે કે એથ્લેટિક્સ કોઇપણ ઓલિમ્પિક(Tokyo olympics update) ગેમ્સનું મુખ્ય આકર્ષણ છે, પરંતુ આજ સુધી કોઇ ભારતીય આ ઇવેન્ટ્સમાં મેડલ જીતી શક્યો નથી. બ્રિટિશ ભારત તરફથી રમતા નોર્મન પ્રિટચાર્ડે વર્ષ 1900ના ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ અંગ્રેજ હતા, ભારતીય નહીં. જેવલિન થ્રોઅર (ભાલાફેંક) નીરજ ચોપરા શનિવારે ભારતની 121 વર્ષની પ્રતીક્ષાનો અંત લાવી શકે છે.

અત્યારે નીરજ શાનદાર ફોર્મમાં છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો (ભાલાફેંક)ની ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં 86.65 મીટર થ્રો કર્યો હતો. તેણે ગ્રુપ A અને ગ્રુપ Bમાં મળીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજનું વ્યક્તિગત શ્રેષ્ઠ 88.06 મીટર છે. આ થ્રો સાથે તેણે 2018 એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો તેઓ ફાઇનલમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો મેડલ જીતવાની તેમની તકો ઘણી વધી જશે.

2021 08 07 2 1628337026
બજરંગ પુનિયા

સાત વર્ષની ઉંમરે અખાડામાં પ્રવેશેલા બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ત્રીજા સ્થાનના મુકાબલામાં કઝાકિસ્તાનના દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો છે.

બજરંગનો જન્મ હરિયાણાના ઝજ્જર જિલ્લાના ખુદાન ગામમાં થયો હતો. તેના પિતા બલવાન સિંહ પણ કુસ્તીબાજ હતા પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી શક્યા ન હતા. પોતાના પુત્રને ઓલિમ્પિકમાં મોકલવાનું સ્વપ્ન જોનારા બલવાન સિંહે 7 વર્ષની ઉંમરે બજરંગને કુસ્તીની યુક્તિઓ શીખવા માટે અખાડામાં મોકલવાનું શરૂ કર્યું હતું. બજરંગની જીત બાદ તેના પિતાએ કહ્યું કે, “હું મારી ખુશી વ્યક્ત કરી શકતો નથી.” મારા દીકરાએ મારું સ્વપ્ન પૂરું કર્યું.

આ વર્ષે માર્ચમાં રોમમાં યોજાયેલી માટેઓ પેલિકોન રેન્કિંગ સિરિઝમાં ગોલ્ડ જીતીને બજરંગ પુનિયાએ બતાવ્યું કે તે ઓલિમ્પિક માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ Renamed rajiv gandhi khel ratna award vivad: રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલાતા રાજકીય વિવાદ શરુ- વાંચો શું છે મામલો?

બજરંગે વર્લ્ડ યુ-23 ચેમ્પિયનશીપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશીપ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યા છે. તેમને પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj