Concept Craft

Concept Craft: શહેરની મહિલાઓ દ્વારા હસ્તકલા ને જીવંત રાખવા માટે શરૂ કરવા એક અનોખુ સ્ટાર્ટઅપ વેન્ચર

Concept Craft: હસ્તકલા અને આધુનિક સમયમાં શોભે તેવી રીતે ભારતીય કળાના વારસાને બિઝનેસનું રુપ આપીને આ મહિલાઓ શરુ કર્યુ સ્ટાર્ટઅપ

વડોદરા, 21 એપ્રિલઃ Concept Craft: શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ગાયત્રી સુથાર, મનીષા સુથાર અને તેમના સખીમંડળ દ્વારા ભેગા થઈ ને ભારતીય કળા વારસો તેમજ હસ્તકળા ની મહેક ને ફેલાવવા અને હિન્દુ પૂજા વિધિ માં વપરાતી વિવિઘ વસ્તુઓ ને કલાત્મક રીતે બનાવી તથા સજાવી ને હાથ થી બનાવેલ વિવિધ વસ્તુઓ વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ કરાવવા માં આવે છે. ૨૦૧૬ માં ગાયત્રી સુથાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રયાસ થી સ્થાનિક સ્તરે મહિલાઓ માટે રોજગારી ની તકો નું સર્જન થયું છે.

આજે જ્યારે ભારતીય મોટા પ્રમાણમાં વિદેશોમાં વસતા થયા છે ત્યારે ભારતીય સામગ્રીઓ અને કળાત્મક વિવિધ વસ્તુઓ તેઓ સુધી સરળ રીતે ઉપલબ્ધ રહે તેઓ પ્રયાસ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગ્રુપ દ્વારા નિરંતર કરવામાં આવે છે.

કળાત્મક બાજટ, પીઠી માટેનું પાત્ર, કળાત્મક રીતે સજાવેલી પૂજાની થાળી, સજાવેલ કળશ, ધાર્મિક વિધિઓ માટે કળાત્મક રીતે સજાવેલ નારિયેળ અને આવી અનેક વિવિધ વસ્તુઓ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે તેમજ અમેરિકા તેમજ વિશ્વના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે.

આજે જ્યારે આપણે સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત નિર્માણની વાત કરી રહ્યા છે ત્યારે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા આ પ્રયાસ એ વિશ્વભરમાં આગવી રીતે પોતાનું ધ્યાન દોર્યું છે. માત્ર અમુક મર્યાદિત ઓર્ડરથી શરૂ કરાયેલ આ મહિલાઓ દ્વારા ચલાવાતા સ્ટાર્ટઅપ દ્વારા આજે હજારોની સંખ્યામાં વસ્તુઓ ભારત તેમજ વિશ્વના માર્કેટમાં પહોંચાડાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા કલા અને સંસ્કૃતિના વારસા ની મહેક ને ફેલાવવા વડોદરા થી શરૂ થયેલ આ પ્રયાસ આજે વિદેશીઓ અને વિદેશમાં રહેતા ભારતીયોને ને ખૂબ આકર્ષી રહ્યો છે અને કુલ ઓર્ડરના 75% ઓર્ડર્સ એકલા અમેરિકામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે

આ પણ વાંચોઃ UK PM visit Gandhi ashram: યુ.કે.ના વડાપ્રધાનને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખ્યો આ સંદેશ- વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ KL Rahul will marry this actress: ક્રિકેટર કેએલ રાહુલ લગ્ન કરે તેવી અડકળો, આ બોલિવુડ અભિનેત્રી ફરશે સાત ફેરા- વાંચો વિગત

Gujarati banner 01