Flowers bloomed at Kevadia

Flowers bloomed at Kevadia: કેવડિયાની 600 એકર પથરાળ જમીનમાં ખીલ્યાં 112 પ્રજાતિનાં 14 લાખથી વધુ ફૂલ

Flowers bloomed at Kevadia: અહીં માત્ર રંગબેરંગી ફુલની સાથે સાથે પાંદડાના વિવિધ રંગોથી સમગ્ર વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો બારે મહીના હોય છે

ભરુચ, 25 જુલાઇઃ Flowers bloomed at Kevadia: પથ્થરમાં પણ ફુલ ખીલી શકે છે આ કહેવત સાકાર થઇ છે એકતાનગર ખાતે. વેલી ઓફ ફ્લાવર લગભગ 600 એકરમાં ફેલાયેલ છે, જે પૈકી ૨૪ એકર વિસ્તારમાં ભારત વનનું નિર્માણ કરવામાં આવ્યુ છે, 112 પ્રજાતિના લગભગ 14 લાખથી વધુ ફુલના છોડ ઉછેરવામાં આવેલ છે.

આ વનમાં સુશોભનમાં ઉપયોગમાં લેવાતા વૃક્ષો,જડીબુટ્ટીઓ સહિત્ના ફુલ-છોડ ઉગાડવામાં આવ્યા છે. જેમાં ન માત્ર રંગબેરંગી ફુલની સાથે સાથે પાંદડાના વિવિધ રંગોથી સમગ્ર વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો બારે મહીના હોય છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

આ વિસ્તારમાં નર્મદા ડેમના નિર્માણ દરમ્યાન નિકળેલ પથ્થર સહિતની સામગ્રી ઠલવાતી હતી જેથી આ કાર્ય સહેજ પણ આસાન ન હતુ. ભારત વન ન માત્ર માત્ર ફૂલોની જૈવવિવિધતાને જ નહીં, પરંતુ પ્રાણીસૃષ્ટિની પ્રજાતિઓ ખાસ કરીને પક્ષીઓ અને જંતુઓ ના જીવનને સંરક્ષિત કરવાનું કાર્ય પણ થઇ રહ્યુ છે. અહીં આયોજન થી અમલ સુધી,બધું જ ખરેખર અદભુત છે.

ગુજરાતમાં ભારત અને ગુજરાતમાં જગતની પરિકલ્પના આ લીલોતરીની વિવિધતા થી સાકાર કરવામાં આવી હોય એવી આ અદભૂત અને રમણીય રચનાઓ છે. ભારત વનમાં ભારત દેશના વિશાળ નકશાનું નિર્માણ રંગબેરંગી છોડ દ્વારા કરીને એકતા વનનું પણ નિર્માણ કરવામાં આવ્યુ છે, જેમાં 22 ડીસેમ્બર 2018 ના રોજ કેવડીયામાં આયોજીત “ઓલ ઇન્ડીયા આઇજીપી/ડીજીપી કોન્ફરન્સ ”માં ભાગ લેવા આવેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પોતાના રાજયોની ઓળખ સમાન છોડ લાવ્યા હતા અને દેશના નકશામાં સંબંધિત રાજયોના ભૌગોલિક સ્થાન પર વાવીને એકભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાને વેગ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Vandalism of Shiva temple: આ રાજ્યના શિવમંદિરમાં થઇ તોડફોડ, સ્થાનિક લોકો રોષે ભરાયા- વાંચો વિગત

વેલી ઓફ ફ્લાવરમા આવેલ ભારત વન અને એકતા વન જૈવ વૈવિધ્યતાની વિવિધતામાં એકતાની સાથે-સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્રને બળ આપે છે.  

દેશના કયા રાજ્યોનું યોગદાન

  • જમ્મુ અને કાશ્મીર
  • હિમાચલ પ્રદેશ
  • પંજાબ
  • રાજસ્થાન
  • હરીયાણા
  • ઉત્તરાખંડ
  • ગુજરાત
  • ઉત્તરપ્રદેશ
  • બિહાર
  • મધ્યપ્રદેશ
  • તેલંગાણા
  • તામિલનાડુ
  • આંધપ્રદેશ
  • પોંડીચેરી
  • કેરળ
  • કર્ણાટક
  • મહારાષ્ટ્ર
  • છત્તીસગઢ
  • ઝારખંડ
  • ઓરીસ્સા
  • પશ્ચિમ
  • બંગાળ
  • સિક્કિમ
  • મેઘાલય
  • આસામ
  • નાગાલેન્ડ
  • ત્રિપુરા
  • મણીપુર
  • ગોવા

આ પણ વાંચોઃ Special projects to reduce carbon emissions: હવે ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ દ્વારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસ ના ભાગરૂપે શરૂ કરવામાં આવશે વિશેષ પ્રોજેક્ટસ

Gujarati banner 01