International Literature Festival 2022

International Literature Festival 2022: અમદાવાદમાં ‘ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન, ગીતકાર સમીર, અભિનેતા તુષાર કપૂર રહ્યા હાજર

International Literature Festival 2022: ગીતકાર સમીર દ્વારા શેર-શાયરી-વિવિધ ફિલ્મોના ગીતોને ગુનગુનાવી સમારોહને ચાર ચાંદ લગાવી દીધા

અમદાવાદ, 12 ઓક્ટોબરઃInternational Literature Festival 2022: અમદાવાદ શહેરમાં ભવ્ય ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં દેશભરમાંથી સાહિત્યકારો, લેખકો, કવિઓ-ગીતકાર તેમજ કલાકારો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાહિત્ય કલાને અનુલક્ષી થલતેજ વિસ્તારમાં ‘અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના સાહિત્યકારો-કવિઓેને પ્રોત્સાહીત કરવા આ ભવ્ય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાવ્ય-સંગીત, માનવ-પ્રકૃતિ સંબંધ, સ્ત્રીનું પ્રભુત્વ, વિવિધ લેખકોની પ્રસ્તુતિઓ અને પુસ્તકોનું લોકાર્પણ, બાળ સાહિત્ય, ગુજરાતના ઉભરતા લેખકોની વાર્તા-મંતવ્યો રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ થીમ પર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Disha vakani throat cancer: દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણીને થયુ ગળાનું કેન્સર?

સાહિત્યને પ્રભુત્વ આપવા આયોજિત ‘ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’માં ત્રણ વખત ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત કરનાર એવા પદ્મશ્રી સમ્માનિત એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગીતકાર સમીર અન્જાન, બોલિવુડ અભિનેતા તુષાર કપૂર, કારગિલ યુદ્ધના યોદ્ધા પરમવીર ચક્રથી સુશોભિત સમ્માનિય યોગેન્દ્રજી તેમજ દેશ-વિદેશના જાણીતા સાહિત્યકારો અને લેખકો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગીતકાર સમીર દ્વારા શેર-શાયરી-વિવિધ ફિલ્મોના ગીતોને ગુનગુનાવી સમારોહને ચાર ચાંદ લગાવી દીધા હતા. ઉપસ્થિત કવિઓએ પણ કવિતાનો અદ્ભૂત રસપાન કરાવ્યો હતો. સમારોહમાં ઉપસ્થિત શ્રેયા યાદવે મહિલાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સશક્તિકરણ બનાવવા પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. લોમાં પીએચડી થયેલા અને સિવિલ જજ બનવાની તૈયારી કરી રહેલા શ્રેયા યાદવનો એક જ મહત્વાકાંક્ષી લક્ષ્ય છે તે મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણ.

આ પણ વાંચોઃ Swadesh Darshan by IRCTC: IRCTC દ્વારા સ્વદેશ દર્શન સાથે સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર હર ગંગે ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ ફરીથી શરૂ

Gujarati banner 01