Project niche

Project Niche: ડિઝાઇનર પોતાની કલા દર્શાવવા માટે મંચ આપતુ અનોખુ પ્લેટફોર્મ એટલે પ્રોજેકટ નિશ- વાંચો વિગત

Project Niche: કનિકા જુનેજા સ્ટુડિયોમાં કામના વ્યાસે અમદાવાદના સર્જનાત્મક લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો

અમદાવાદ, 02 ઓગષ્ટઃ Project Niche: પ્રોજેક્ટ નિશનો વિચાર એ સર્જનાત્મક સહયોગી પ્લેટફોર્મ છે, જે અન્ય સર્જનાત્મક લોકો સાથે એક નવીન રીતે વહેંચાયેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે કામ કરે છે. કનિકા જુનેજા સ્ટુડિયોમાં કામના વ્યાસે અમદાવાદના સર્જનાત્મક લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

વિદ્યાર્થીઓને ડિઝાઇન ફિલ્ડમાં ક્રિએટિવ વર્ક કરી શકે તે માટે અમદાવાદ શહેરના કનિકા જુનેજા અને કામના વ્યાસે સર્જનાત્મક લોકો માટે પ્રોજેક્ટ નિષ શરુ કર્યો. આ પ્રોજેક્ટ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 35થી વધારે ડિઝાઇનર એક સાથે આવીને પોતાના ક્રિએટિવ આઇડિયા રજૂ કર્યા.

આ વિશે પોતાની વાત રજૂ કરતા કામના વ્યાસે જણાવ્યું કે, મારા અભ્યાસ દરમિયાન અને ત્યાર બાદ મને લાગ્યુ કે ડિઝાઇન ફિલ્ડમાં વધુ પ્લેટફોર્મ ન હોવાથી ક્રિએટીવિટી બહાર આવી શકતી નથી. તેથી મેં અને મારા મિત્રએ આ પ્રોજેક્ટની શરુઆત કરી. જેમાં દરેક વ્યક્તિ પોતાની અલગ ઓળખ બનાવી શકે અને પોતાના ક્રિએટીવીટી બતાવી શકે.

આ ડિઝાઇન મીટમાં વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોમાંથી ઘણા યુવા ડિઝાઇનરો અને કલાકારોએ ભાગ લીધો હતો. અને શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકારો સાથે સાંજનું સમાપન થયું હતું.

કામના વ્યાસ ઈન્ટીરીયર ડીઝાઈનરે આ મીટ શરૂ કરી છે જે ડીઝાઈનના મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સર્જનાત્મક લોકોને સાથે મળીને ઉજવણી કરવા દર મહિને યોજાશે.

આ પણ વાંચોઃ Rain forecast: રાજ્યમાં આ દિવસોમાં છૂટોછવાયો પડશે વરસાદ, વાંચો હવામાન વિભાગની વરસાદની આગાહી વિશે

જાણીતા શાસ્ત્રીય સંગીત કલાકાર વનરાજ શાસ્ત્રી – સારંગી, સાગર – ખરતાવાદક, પાર્થ – પર્ક્યુશનિસ્ટ, અંશુલ – ગિટાર, શુભમ- તબલાએ ખૂબ જ સરસ પર્ફોર્મન્સ આપ્યું છે અને સાંજને યાદગાર બનાવી છે.

c43c481a 1725 4ca4 a6c3 f34e24089409

આ પણ વાંચોઃ Hiked CNG Prices: CNGના ભાવમાં થયો વધારો, નવો ભાવ આજથી જ થશે અમલ- વાંચો વિગત

Gujarati banner 01