new cm of gujarat bhupendra patel

About Bhupendra patel: જાણો કોણ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ?

About Bhupendra patel: ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ About Bhupendra patel: વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું છે.

દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ.

આ પણ વાંચોઃ Hardik patel claim: RSSના સર્વેમાં કોંગ્રેસને મળી રહ્યો છે વિજય, ભાજપને માંડ 80-84 બેઠકઃ હાર્દિક પટેલ

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બનવાની રેસમાં પટેલ વર્સિસ પાટીલ ચાલી રહી હતી. જેમાં બંને પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા હતા. બંને વચ્ચે કાંટે કી ટક્કર હતી. ધારાસભ્યોની બેઠક શરૂ થયાના થોડી ક્ષણોમાં જ નીતિન પટેલ સોશિય મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ નીતિન પટેલના નામની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ પાટીલ વર્સિસ પટેલની લડાઈમાં ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. 

Whatsapp Join Banner Guj