high court divorce approved

Ahmedabad serial blast case decided: આખરે સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર, 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

Ahmedabad serial blast case decided: 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી 

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃAhmedabad serial blast case decided: અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું છે જેમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11ને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. 1થી 18 નંબરના દોષિતોને ફાંસીની સજા કરવામાં આવશે. ઉપરાંત 27,28, 31, 36, 37, 38 39, 40, 42, 44, 45, 47, 49, 63, 69, 70, 75 નંબરના આરોપીઓને પણ ફાંસીની સજા આપવામાં આવશે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 

ઉપરાંત દરેક દોષિતને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ ન ભરે તો વધુ 2 મહિનાની સજા ભોગવવાની રહેશે. 

આ સાથે જ મૃતકના પરિવારજનોને 1 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50,000 તેમ જ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Water scarcity: ગુજરાતના આ વિસ્તારોમાં પાણીની તંગીના એંધાણ, 40 જળાશયમાં 25 ટકાથી પણ ઓછું પાણી- વાંચો વિગત

ગત 08 ફેબ્રુઆરીના રોજ સીરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 

ગત 15 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મામલે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ કોર્ટે દોષિતોનો, બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન દ્વારા દોષિતોને ફાંસીની સજાની માગણી કરવામાં આવી હતી જ્યારે બચાવ પક્ષે લઘુત્તમ સજાની માગ કરી હતી. 

સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ દોષિતોને સુધારાનો અવકાશ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ માટે ઋષિ વાલ્મિકીનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને તેમને સુધરવાની એક તક આપવી જોઈએ. આ ઉપરાંત આરોપીઓની વિગતો, પારિવારીક સ્થિતિ, મેડીકલ પુરાવા વગેરે રજૂ કરવા 3 સપ્તાહના સમયની માગ કરવામાં આવી હતી. 

Gujarati banner 01