ambaji mandir lighting

Ambaji Mela: અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી, છંતા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો

Ambaji Mela: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓ ની લાઈન વ્યવસ્થા આરોગ્ય ,પાણી તેમજ મંદિર પરિષર માં પ્રસાદ વીતરણ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૪ સપ્ટેમ્બર:
Ambaji Mela: યાત્રાધામ અંબાજી માં ચાલુ વર્ષે ભાદરવી પૂનમ ના મેળા અંગે અંબાજી ,મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કે સરકારે કોઈ જ જાહેરાત કરાઈ નથી જે મેળો 7 દિવસ નો ભરાતો હોય છે તે રીતે આજે 14 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર નો મેળો થાય છે જેમ ગત વર્ષે કોરોના મહામારી ના કારણે મેળો અને મંદિર સંપૂર્ણ બંધ રખાયા હતા તેમ ચાલુ વર્ષે કોરોના ની ત્રીજી લહેર ની સંભાવનાઓ ને લઈ મેળા અંગે કોઈ જાહેરાત કરાઈ નથી પણ પગપાળા આવતા યાત્રિકો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે

આ પણ વાંચો…Baroda Medical College: બરોડા મેડિકલ કોલેજના મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કોમ્પ્યુટર લેબનો શુભારંભ

Ambaji Mela: મંદિર બંધ થઈ જશે તેવી બ્રહ્મના માં વહેલા અંબાજી પહોંચ્યા હતા ત્યારે આજથી મેળા ની શરૂઆત ગણાતા અંબાજી ના બજારો યાત્રિકો વગર સુમસામ જોવા મળી રહ્યા છે ને યાત્રિકો આવે છે તો દર્શન કરી પરત વતન ની વાટ પકડે છે હાલ અંબાજી આવતા યાત્રિકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓ ની લાઈન વ્યવસ્થા આરોગ્ય ,પાણી તેમજ મંદિર પરિષર માં પ્રસાદ વીતરણ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

જોકે અંબાજી પગપાળા જતા માર્ગો ઉપર એક પણ સેવા કેમ્પ કરવામાં આવ્યા નથી તેની પણ અસર યાત્રિકો માં જોવા મળી રહી છે જોકે છેલ્લા 20 વર્ષ થી અંબાજી ના માર્ગે નિઃશુલ્ક ભરપેટ ભોજન ની વ્યવસ્થા કરતા રાજકોટ ના માઇભક્તો દ્વારા ગતવર્ષે પોતાનો સેવાકેમ્પ બંધ રખાયો હતો પણ ચાલુ વર્ષે હાલ માં જે પદયાત્રીઓ આવી રહ્યા છે તેમની નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે મંજૂરી આપવામાં આવી છે જે ગબ્બર તળેટી માં 24 કલાક નિઃશુલ્ક ભરપેટ ભોજન નું આયોજન કરી પોતાની સેવા શરૂ કરી છે જેમાં હજારો ની સંખ્યા માં યાત્રિકો લાભ લેશે

હાલ માં અંબાજી મંદિર (Ambaji Mela) માં પણ દિવાળી જેવો ,માહોલ સર્જાયો છે ને અંબાજી મંદિર તેમજ મંદિર પરિષર ને રંગબેરંગી લાઈટો નું ડેકોરેશન કરી એક અનેરું આકર્ષણ ઉભું કર્યું છે જે જોતા મેળો નહીં પણ મેળા નો ભાસ ચોક્કસ થાય છે

Whatsapp Join Banner Guj