Ram Mandir 1

Gujarat Bhavan: અયોધ્યામાં રામ મંદિર પાસે ગુજરાત સરકારે ખરીદી જમીન, ગુજરાતીઓને જેનાથી મળશે આ વિશેષ સુવિધા

Gujarat Bhavan: ગુજરાતે તેના રાજ્યના શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે ગુજરાત સરકારે જમીન ખરીદી છે.

ગાંધીનગર, 02ફેબ્રુઆરીઃ Gujarat Bhavan: 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારથી દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં સરકાર ભક્તો માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. 

તે દરમિયાન, દેશના સૌથી પ્રખ્યાત રાજ્યોમાંના એક ગુજરાતે તેના રાજ્યના શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે ગુજરાત સરકારે જમીન ખરીદી છે. જી હા…હવે નજીકના ભવિષ્યમાં મહત્વની કામગીરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે.

ગુજરાતના લોકો મોટી સંખ્યામાં ધાર્મિક યાત્રા કરવા જતા હોય છે. હવે અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાના રાજ્યના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી છે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં રામભક્તો માટે જમીન લીધી છે અને ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે. સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ અયોધ્યામાં આ કામ કરી ચુક્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2024 : જાણી લો, ગુજરાત બજેટની મોટી 13 જાહેરાતો વિશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો