Banner Puja Patel

Rahat: “રાહત” બધાં માટે રાહતની વ્યાખ્યા અલગ અલગ હોઇ શકે…

Rahat: આખરે ઘરે એક રાહત મળતી હોય છે જેમાત્ર ઘરે જ મળતી હોય છે અને ઘર સિવાય આખી દુનિયામાં કોઈ પણ ખૂણે ન મળી શકે!

Rahat: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ! આજનાં ટોપિકનું શીર્ષક છે: “રાહત”!
બધાં માટે રાહતની વ્યાખ્યા જ અલગ અલગ છે. કોઈને જમીન પર પથારી કરીને સૂવામાં રાહત મળે તો કોઈને આલીશાન બંગલામાં બેસીને જમવાની વાત માત્રથી ખુશી થઈ જતી હોય! કોઈને શાળાએથી આવીને રમવા જવાની ઉતાવળ હોય પણ રમીને આવ્યા બાદ ટીવીમાં કાર્ટૂન જોતાં જોતાં સંતોષ મળતો હોય! પરંતુ આખરે ઘરે એક રાહત મળતી હોય છે જેમાત્ર ઘરે જ મળતી હોય છે અને ઘર સિવાય આખી દુનિયામાં કોઈ પણ ખૂણે ન મળી શકે! દુનિયાની અજાયબીઓ જોવાનો લહાવો એક તરફ અને ઘરે આવીને, આવતાં વેંત જ પાણી પીને તરસ બુઝાવવાની રાહત એક તરફ!
આજનાં સમયમાં આ રાહત મેળવવી એ ખુબ જ મોટી વાત છે. કેમ કે જે સંતોષ, જે સુકુન ઘરમાં મળે છે તે હોસ્ટેલ, પેઇંગ ગેસ્ટ (પી. જી.), કે પછી વિદેશમાં નથી મળતું. અહીં રહેતાં લોકો પોતાનો પરિવાર ત્યાગીને નહીં પણ સૂકુન મૂકીને આવતાં હોય છે. સવારથી જાગો, ઓફિસ પર ભાગો! કામ કામ અને કામ, આરામ જાણે હરામ! લોકો કામ પતાવીને જ્યારે પિજી પર પહોંચે ત્યારે શરીરમાં તાકાત જ નથી હોતી! ઘરે આવતાં વેંત અહીં થાકને લીધે ઊંઘ જ આવવા માંડે! રાહત તો દૂર, “આજનો દિવસ પત્યો” એ વિચારીને બસ માણસ સૂઈ જ જાય! ન તો તેને નાનાં ભાઈ બહેન સાથે તકરાર કરવાનો, મમ્મીને હેરાન પરેશાન કરવાનો કે પપ્પા સાથે વાતચીત કરવાનો મોકો મળે! રાહત વિશે તો વિચારવાનો પણ સમય ન બચે!
સવારથી સાંજ સુધી ભાગદોડ કરીને ઘરે આવીને જ રાહત મળે! એટલે જ કદાચ કહેવાયું છે,’ ધરતીનો છેડો ઘર!’ કે જ્યાં એક પરિવાર સાથે રહેતો હોય છે અને સાથે જમવાની દાવત માણી શકતો હોય છે. આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏻 પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

The habit: આપણને જે આપણી આદત સારી લાગતી હોય હકીકતમાં તે ખરાબ પણ ન હોઇ શકે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *