adi employees award

Railway employees honored: સુધીર કુમાર શર્માએ 08 રેલવે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામ માટે સન્માનિત કર્યા

અમદાવાદ, 05 માર્ચ: Railway employees honored: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ઉપર મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ મંડળના 08 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને લીધે અણગમતી ઘટનાઓને રોકવામાં તેમના ફાળા બદલ પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કર્યા.

સિનિયર મંડળ સંરક્ષા અધિકારી રાકેશ કુમાર ખરાડીએ માહિતી આપતાં જણાવ્યું કે…

  1. કુવરજી ઠાકોર ફિટર – મહેસાણા
  2. કમલેશ ચાવડા સહાયક લોકો પાયલોટ – અમદાવાદ
  3. અનૂપ સિંહ યોગી – ટ્રેન મેનેજર – ગાંધીધામ
  4. અજય કુમાર સ્ટેશન માસ્ટર – વટવા
  5. મોહિત કુમાર યાદવ, સ્ટેશન માસ્ટર – આંબલીરોડ
  6. શૈલેશ કુમાર સ્ટેશન માસ્ટર – મુન્દ્રા એરપોર્ટ રોડ
  7. પ્રમોદ કુમાર, પોઈન્ટ્સ મેન – વસઈ તીર્થ રોડ
  8. બાબુલાલ મીણા, પોઈન્ટ્સ મેન – વટવા

ને પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કર્યા. સન્માનિત કર્મચારીઓએ રેલવે સંરક્ષામાં જેવી કે ઓપરેટિંગ હેન્ડલ બહાર લટકેલું મળવું, બ્રેક બ્લોક જામ, ટ્રોલી વ્હીલનો કન્ટ્રોલ આર્મ નટ લૂઝ મળવો, વ્હીલ ફ્લેટ ટાયર મળવું, બ્રેકવાનથી અસાધારણ ધ્વનિ સાંભળવી, હેગિંગ પાર્ટ દેખાવું અને ટ્રેન પસાર થતી વખતે દુર્ગંધ આવવી વગેરે ક્ષતિ મળવા પર તાત્કાલિક કાર્યવાહી કરને અમંગળ ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.

આ પણ વાંચો :- Abortion in its constitution: ગર્ભપાતને બંધારણીય અધિકાર આપવાના બિલને મંજૂરી આપનાર ફ્રાંન્સ વિશ્વનો પહેલો દેશ- વાંચો વિગત

મંડળ રેલવે મેનેજરસુધીર કુમાર શર્માએ આ સજાગ સંરક્ષા રેલવે પ્રહરીનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે તેનાથી અમને સેફ ટ્રેન સંચાલનમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *