Jalyatra 2

Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાના કરો દર્શન, જુઓ એક પછી એક પૂજાવિધિની તમામ તસ્વીરો

યોગેશ ધોળકિયા દ્વારા ક્લીક કરવામાં આવેલી જુઓ ભગવાન જગન્નાથની તસ્વીરો

અમદાવાદ, 24 જૂનઃJalyatra Photos: ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ થઈ છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી કિનારે મર્યાદિત લોકોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રાની પૂજાવિધિ થઈ છે. આજથી 15 દિવસ ભગવાન પોતાના મામાને ઘરે રહેશે. 

આજે જેઠ સૂદ પૂનમના દિવસથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે કોરોના કાળમાં સાદગીથી જળયાત્રા(Jalyatra Photos) યોજવામાં આવી છે. માત્ર 50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં 5 ધ્વજપતાકા, 1 ગજરાજ અને એક કળશ જ રાખવામાં આવ્યા છે. પરંપરા મુજબ 18 ગજરાજને મંદિરમાં રખાયા છે. વિધિ મુજબ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Schools reopen:વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તી, સ્કૂલો રેગ્યુલર શરુ કરવા સરકારની વિચારણા- વાંચો સંપૂર્ણ વિગત

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નદીની આરતી ઉતારી હતી. ગંગાપૂજન કરીને પાણી કળશમાં ભરવામાં આવ્યો. પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યો અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો. 

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

આજે ભગવાન જગન્નાથની ગુલાબી રંગના વસ્ત્રોનો શણગાર કરાયો છે. ભગવાનને ચઢાવવાનું જળ સાબરમતી નદીમાંથી લેવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે કોઈ ઢોલ નગારાના તાલ નથી, સંગીત નથી, માત્ર સાદગીથી જળયાત્રા કાઢવામાં આવી છે. પાણી લઈને જળયાત્રા નીજ મંદિર પરત ફરે છે, જ્યા ભગવાન પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સરસપુરમાં મામાના ઘરે જશે. અહી તેમના લાડ લડાવવામાં આવે છે, અને તેમના ભાવતા ભોજન ધરાવવામા આવે છે. 

આ પણ વાંચોઃ Ramol police: મુતકના નામનું વસીયતનામું બનાવીને 250 કરોડની જમીન પડાવી લેવાનું કાવત્રુ, આ કારણે તપાસ કરાતી નહિ હોવાનો આક્ષેપ- વાંચો શું છે મામલો?

આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી. મંદિરમાં આવ્યા બાદ ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધિ પૂજન સાથે પાણીથી અભિષેક કરવામાં આવ્યું હતું. કેસર, દૂધ, દહી અને આયુર્વેદિક ઔષધીઓનો અભિષેક કરવામાં આવે છે. વિધિ બાદ ભગવાન ગજવેશનો વેશ ધારણ કરે છે. વર્ષનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ભગવા ગજવેશનો વેષ ધારણ કરતા હોય છે. 

ઉલ્લેખનીય છે કે, સરસપુરવાસીઓ બપોરે 3 વાગ્યા ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા. તે માટે વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ. આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી. 

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ(Hardik patel)ની અરજીને સેશન્સ કોર્ટે આપી મંજૂરીઃ એક વર્ષ સુધી ગુજરાત બહાર જઇ શકશે !