Change in the name of the monuments

Change in the name of the monuments: સ્મારકોના નામમાં બદલાવ – રાજવી પરીવારની દેન વિક્ટોરીયા પાર્કનું નામ બદલાશે

Change in the name of the monuments: વિક્ટોરીયા પાર્ક રાજવી પરીવારની દેન છે તેનું નામ આગામી સમયમાં બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક આપવામાં આવશે.

ગાંધીનગર, 29 મેઃ Change in the name of the monuments: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. વિક્ટોરીયા પાર્ક રાજવી પરીવારની દેન છે તેનું નામ આગામી સમયમાં બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક આપવામાં આવશે. આગામી સમયમાં આ પાર્કનું નામ બદલાઈને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. 


આમ વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઈતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થની અંદર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભાવનગર તેમના મત વિસ્તારની અંદર જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી હતી. જે રીતે દેશમાં શહેરોના નામ બદલવામાં આવી રહ્યા છે તે જ રીતે હવે સ્મારકોના નામ બદલવાની આ એક શરૂઆત કરી શકાય છે જેમાં વર્ષો પહેલા આપવામાં આવેલા નામોને બદલવામાં આવી શકે છે. 

આ પણ વાંચોઃ Resolution of 33 lakh differences: જાણો કેવી રીતે ડીંડોલીમાં થયેલ ૩૩ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
દેશમાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદર શહેરોના નામો બદલવાની જાહેરાત અગાઉ પણ કરાઈ છે ત્યારે અમદાવાદને પણ કર્ણાવતી નામ આપવાને લઈને અગાઉ પણ વાત સામે આવી હતી ત્યારે કેટલીક જગ્યાએ આ પ્રકારે કર્ણાવતી નામના બોર્ડ પણ લાગેલા મંદિરોની બહાર જોવા મળે છે. આગામી સમયમાં અન્ય શહેરોના નામ જે બદલવામાં આવ્યા છે જેમાં અમદાવાદનું નામ પણ બદલાય તો નવાઈ નહીં.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Nepal Plane Missing: 22 મુસાફરો સાથે પ્લેન થયુ લાપતા, વિમાન દુર્ઘટનાની આશંકા

Gujarati banner 01