S.jayshankar

indian Government talk about afghan crisis:અફઘાન મુદ્દે નવાજુની કરવાની તૈયારીમાં સરકાર, વિદેશ મંત્રીએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

indian Government talk about afghan crisis: પ્રધાનમંત્રી મોદીએ અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે. 

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ indian Government talk about afghan crisis: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સર્જાયેલી સ્થિતિને લઇને ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે આ માહિતી આ પતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

આ બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે. આ સાથે જ તેમણે કહ્યું કે બેઠકમાં વિદેશ મંત્રાલય વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે. જ્યારથી અફઘાનમા તાલિબાની શાસન આવ્યું છે ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યાં છે કે ભારતે અફઘાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે કઈ રણનીતિ છે તેની જાણકારી દેશને મળવી જોઈએ. વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે બેઠક બોલાવાઈ છે.

આ પણ વાંચોઃ Third Wave: સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ભયંકર લહેર, દરરોજ નોંધાશે 4 લાખથી વધુ કેસ: નીતિ આયોગની ધારણા

ઉલેખનીય છે કે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના તેના પ્રયાસોના ભાગરૂપે, ભારત તેની ચાર ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400 થી વધુ લોકોને પરત લાવ્યું છે.

Whatsapp Join Banner Guj