Sharad pawar meets PM

Sharad pawar meets PM:મહારાષ્ટ્રની રાજનીતિમાં ફેરફાર થવાનાં એંધાણ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી એક કલાકની મુલાકાત- વાંચો વિગત

Sharad pawar meets PM: પીએમ મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે દિલ્હીમાં આજે એક કલાક સુધી બેઠક ચાલ્યા બાદ રાજકીય માહોલમાં હલચલ જોવા મળી રહી છે.

નવી દિલ્હી, 17 જુલાઇઃ Sharad pawar meets PM: એનસીપી સુપ્રીમો શરદ પવાર આજે સવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાન મોદી અને શરદ પવારની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. ગત મહિને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

શરદ પવાર અને વડાપ્રધાન મોદીની આ બેઠક રાજકીય રીતે ઘણી મહત્ત્વપૂર્ણ મનાય છે. મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોમાં છાશવારે જોવા મળતા બદલાવ વચ્ચે શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે કરેલી મુલાકાત બાદ આ તરફ તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ખેંચાયુ છે

પીએમ મોદી (Sharad pawar meets PM) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે દિલ્હીમાં આજે એક કલાક સુધી બેઠક ચાલ્યા બાદ રાજકીય માહોલમાં હલચલ જોવા મળી રહી છે.

કોંગ્રેસે પોતાના લોકસભા સાંસદોની આવતીકાલે બેઠક બોલાવી છે.જેને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરશે.સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ બીજી પાર્ટીઓ સાથે પણ સંપર્કમાં છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોમાં છાશવારે જોવા મળતા બદલાવ વચ્ચે શરદ પવારે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ આ તરફ બધાનુ ધ્યાન ખેંચાયુ છે.

તાજેતરમાં શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના અહેવાલો વહેતા થયા હતા.જેને લઈને પવારે પોતે કહ્યુ હતુ કે, હું રાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર બનવાનો નથી.મને ખબર છે કે, જે પાર્ટી પાસે 300 કરતા વધારે સાંસદ હોય ત્યારે આ ચૂંટણીનુ પરિણામ શું આવે…પોતાના આ નિવેદનના કારણે શરદ પવાર ચર્ચામાં રહ્યાં હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ UCHC:શહેરમા આ વિસ્તારમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની માંગને રાજ્ય સરકારે આપી મંજૂરી- વાંચો વિગત