school 1605808499 edited e1647265814271

10-12th Board Exams: સુરતના ૧.૯૧ લાખ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપશે

10-12th Board Exams: 11 માર્ચથી શરૂ થનારી પરીક્ષામાં ધો.૧૦ના ૧,૧૦,૯૭૦ તેમજ ધો.૧૨-સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મળી કુલ ૮૦,૩૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સુુરત, 05 ફેબ્રુઆરીઃ 10-12th Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા 11 માર્ચથી શરૂ થતી SSC (ધો.૧૦) અને HSC(ધો.૧૨)ની પરીક્ષામાં સુરત શહેર-જિલ્લાના કુલ ૧,૯૧,૩૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધો.૧૦ના ૧,૧૦,૯૭૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૨,૩૪૦ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮,૦૨૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના આયોજન માટે સજ્જ બનેલા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેર-જિલ્લાના કુલ ૬૧૩ સ્થળે પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે. જેમાં ધો.૧૦ના ૩૪૭, ધો.૧૨ સા.પ્રવાહના ૧૯૨ અને વિ.પ્રવાહના ૭૪ કેન્દ્રો સહિતના દરેક CCTV કેમેરાની સગવડ ધરાવે છે.

ધો.૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૧૧થી ૨૨ માર્ચ, તેમજ સામાન્ય પ્રવાહની તા.૧૧ થી ૨૬ માર્ચ સુધી ચાલશે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શરૂ કરાયેલી ‘પરીક્ષાસાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ હેલ્પલાઈન વિદ્યાર્થીઓ માટે તા. ૨૬ માર્ચ સુધી કાર્યરત રહેશે.

આ પણ વાંચો… Creation Of Forests: પર્યાવરણના જતન માટે વનોનું નિર્માણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો