surat forest 2

Creation Of Forests: પર્યાવરણના જતન માટે વનોનું નિર્માણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

Creation Of Forests: નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૯ ગામોમાં ૧૩.૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ હજાર ૮૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું: પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

ગાંધીનગર, 05 ફેબ્રુઆરીઃ Creation Of Forests: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં વાનોના નિર્માણ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

વિધાનસભા ખાતે પાલનપુર તાલુકામાં સામુહિક વન નિર્માણ કાર્યક્રમ હેઠળ વૃક્ષોના વાવેતર અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૯ ગામોમાં ૧૩.૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ હજાર ૮૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે માટે કુલ રૂ.૨૪ લાખ ૯૦ હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો.

તેજ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧ ગામોમાં ૪૩ હેક્ટર વિસ્તારમાં ૪૪ હજાર ૯૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે માટે કુલ રૂ. ૩૮ લાખ ૯૨ હજાર ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા બે વર્ષમાં પાલનપુર તાલુકાના ૨૦ ગામમાં ૫૬.૫ હેક્ટર વિસ્તારમાં ૫૫ હજાર ૭૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.૬૩ લાખ ૮૨ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો… Rishikesh Patel Statement: કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાત પાયા વિહોણી અને સત્યથી વેગળીઃ ઋષિકેશભાઈ પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો