Banner Surendra Pandya 1

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારા પર કેવો પ્રભાવ પડશે

Surendra Pandya Jyotishi Junagadh

જ્યોતિષ ડેસ્ક,25 ડિસેમ્બરઃસાહસ અને શક્તિ અને પરાક્રમનો કારક માનવામાં આવતો મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કરેલ છે. દરેકના જીવનમાં મંગલ ખુબ જ મહત્વનું પાસું ગણવામાં આવે છે. મંગળ મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. 24 મી ડિસેમ્બર 2020 ની સવારે 10 કલાક 18 ના બદલાયેલો મંગલ તારીખ 22 જાન્યુઆરી 2021ના સુધી મંગળ મેષ રાશિમાં રહેશે ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ રહેશે તો કેટલીક રાશિઓ માટે અશુભ. ચાલો જાણીએ તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ પડશે…….

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ મંગલ પરિભ્રમણ શુભ રહેશે. જ્યોતિષ ની દ્રષ્ટિ એ મંગળનું આ ગોચર મેષ તથા વૃશ્ચિક રાશિઓના જાતકોને ઉચ્ચ અધિકારીઓથી સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક લાભ કુટુંબ ને પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે મંગળનું પરિભ્રમણ નબળું રહેશે. તબિયતની કાળજી રાખજો. યાત્રા કે મુસાફરી થશે અને નજીકના કુટુંબમાંથી ખરાબ સમાચાર મળી શકે.

મિથુન રાશિ
મિથુન રાશિ માટે આ મંગળનું પરિભ્રમણ અશુભ છે. સમસ્યાઓ આવશે. લોકો સાથે મૃદુ વ્યવહાર કરજો. આવક કરતા જાવક વધશે. માતા માટે ખરાબ રહે…

કર્ક રાશિ
કર્ક રાશિ માટે મંગળનું પરિભ્રમણ સામાન્ય રહેશે. મંગળ ગ્રહનું ગોચર વેપારમાં લાભ અપાવશે. વૈવાહિક જીવનમાં સમસ્યા થશે. પારિવારિક ક્લેશથી દૂર રહેજો. ઓફિસમાં પણ સાથે કામ કરવાવાળાઓ સાથે મતભેદ થાય….

whatsapp banner 1

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે મેષ પરિભ્રમણ શુભ રહેશે કોર્ટ કચેરીના ચક્કરમાંથી બહાર આવી શકશો. ગુસ્સા પર કાબૂ રાખવો. હાથમાં આવેલો લાભ જતો રહે

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો ને મંગલ પરિભ્રમણ અશુભ રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળનું ગોચર તકરાર કરાવશે. સંતાન સંબંધિત તકલીફો રહેશે. વિરોધીઓ જોર પકડે તથા નુકસાન પહોંચાડે

તુલા રાશિ
તમારા માટે આ રાશિ મંગલ પરિભ્રમણ મધ્યમ રહેશે માતા-પિતાનું સ્વાસ્થ્ય સંભાળવુ. ઉચ્ચ અધિકારીઓ તથા મિત્રો સાથે તકરાર થશે.

વૃશ્ચિક રાશિ
મંગળનું રાશિ પરિભ્રમણ શુભ રહેશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. મહેનત કરશો તો સફળતા જરૂર મળશે. પારિવારિક પ્રેમ મળશે. કરેલ મહેનત નુ ફળ જરૂર મળે. ઉપરી અધિકારીઓ તરફથી ફાયદો મળે

whatsapp banner 1

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે મંગલ પરિભ્રમણ સામાન્ય રહેશે. ધનલાભ થશે. લવ લાઈફ અને વૈવાહિક જીવન માટે ઠીક નથી. બેંક ગારન્ટી કોઈને ન આપવી. કુટુંબીજનો સાથે મતભેદ ના પ્રસંગો ઉપસ્થિત થાય….

મકર રાશિ
મકર રાશિ માટે આ મંગલ પરિભ્રમણ શુભ નથી.તમને વધારે ગુસ્સો આવી શકે છે. સંબંધોમાં ખટાશ આવશે. પત્ની તથા બાળકો સાથેના વ્યવહારમાં જાળવવું.

loading…

કુંભ રાશિ
મંગલ નુ પરિભ્રમણ આ રાશિ માટે અશુભ ફળ આપશે. આવકમાં વધારો થશે. આર્થિક સમસ્યાઓ સતાવશે. સમજી વિચારીને ખરચા કરવા. ગુસ્સો વધુ આવે અને સંબંધો બગડી શકે

મીન રાશિ
મીન રાશિ માટે આ મંગલ પરિભ્રમણ શુભ રહેશે. આવકના સ્ત્રોત વધશે. આર્થિક સમસ્યા દુર થશે. મિત્રો તરફથી કંઈક લાભ મળવાની પણ શક્યતા રહે….

સામુદ્રિક શાસ્ત્ર : પ્રથમ ગુરુની આંગળી નો પ્રથમ વેઢો જો બીજા અને ત્રીજા કરતા મોટો હોય તો આવા લોકોનો આત્મવિશ્વાસ ખુબ વધુ હોય છે આવા લોકો અશક્ય કામ કરી શકવાની શક્તિવાળા હોય છે

આ પણ વાંચો…

પીએમ મોદીએ કહ્યુઃ રવિન્દ્રનાથ ટાગોરનું ગુજરાત સાથે હતું ખાસ કનેક્શન