About solar policy: SSDSP સોલાર પ્રોજેક્ટર્સ માં MSME સબસીડી મળી રહે તેવી ઊર્જામંત્રી પાસેથી આશા- વાંચો વિગત

About solar policy: SSDSP સોલાર પ્રોજેક્ટર્સ માં MSME સબસીડી મળી રહે એ માટે આજ યોજાયેલ માન. નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નો ખુબ હકારાત્મક અભિગમ અને સારો નિર્ણય આવે એવી આશા…

ગાંધીનગર, 22 ડિસેમ્બરઃ About solar policy: આજ રોજ નાણાં અને ઊર્જા મંત્રીકનુભાઈ દેસાઈના નિવાસસ્થાને સવારે મિટીંગ યોજાયેલ જેમાં ઉદ્યોગ કમિશનર ગુપ્તા સાહેબ, GUNVL ના મેનેજીંગ ડાયરેકટર સાહમિણા હુસૈન સાહેબ, નાણાં વિભાગના સચિવ અને GUVNL ના શૈલજા મેમ મીટીંગ માં ઉપસ્થિત હતા, SSDSP સોલાર પોલિસી ને લઈને વિભાગો વચ્ચે ઉભા થયેલ દરેક પ્રશ્નો ની ખૂબ ઊંડાણ પૂર્વક ચર્ચા અને દલીલો થયેલ જેમાં ઊર્જા વિભાગે આપેલ 25.11.2021 ના પત્ર વિશે આપણે GFSI દ્વારા વિશેષ ભાર મુકેલ અને હવે ઊર્જા વિભાગ દ્વારા કરેલ સબસીડી ની ચોખવટ થી હવે ઉદ્યોગ વિભાગ, ઉદ્યોગ અને નાણાં વિભાગ વચ્ચે મીટીંગ થશે અને જરૂર SSDSP સોલાર માટે ની MSME સબસીડી ઉપર ફરી હકારાત્મક ફેર વિચાર કરશે એવું આજની મીટિંગ પરથી લાગી રહ્યું છે, સાથે સાથે માન. નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જે રીતે આખા વિષય ને સમજવા ખૂબ સહકાર આપ્યો છે અને દરેક વિભાગના અધિકારી સાથે જે રીતે આપણા પ્રશ્ન માટે હકારાત્મક વલણ દાખવ્યું છે ખૂબ સારું હતું,

આ સમયે કોઈ નિર્ણય નથી લેવાયો પણ એક વાત જરૂર કહી શકાય કે હજુ સુધી SSDSP સોલાર પ્રોજેક્ટર્સ માં MSME સબસીડી નહીજ મળે એવો કોઈ જ નિર્ણય ક્યાંય લેખિત માં લેવાયો નથી… આ મિટિંગ માં ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝ તરફ થી પાર્થિવભાઈ દવે, ગીરીશભાઈ શાહ, પંકજભાઇ પટેલ વગેરે જોડાયા હતા..

આભાર…
કિશોરસિંહ ઝાલા | પ્રમુખ
પાર્થિવભાઈ દવે | સેક્રેટરી
*ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ

આ પણ વાંચોઃ Gadar 2: રિલીઝ પહેલાં ‘ગદર 2’ વિવાદમાં, શૂટિંગ દરમિયાન ઘર માલિકે મેકર્સ પર લગાવ્યો છેતરપેડીંનો આરોપ

Whatsapp Join Banner Guj