Tribal plantation

Ambaji plant distribution: અંબાજી અને દાંતા વિસ્તારમાં પ્રત્યેક ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વડ, ગુગળ, આંબાના રોપોઓનું વિતરણ કરાશે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૧ જુલાઈ:
Ambaji plant distribution: બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ-247 ગામો પૈકી 184 ગામમાં જનજાતિ સમાજ વસવાટ કરે છે. દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરી ગરાસીયા, ડુંગરી ભીલ, માજીરાણા, ડુંગરી ઠાકોર અને ડુંગરી રાવળ એમ કુલ-5 જનજાતિઓ આવેલી છે.

આ પણ વાંચો…Himmatnagar demu: 9 ઓગસ્ટ થી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ

બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના પ્રત્યેક 184 જનજાતિ સમાજના ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે ગામદીઠ એક વડ નો રોપો, (Ambaji plant distribution) ગામ દીઠ એક ગુગળ નો રોપો તેમજ દાતાઓના સહયોગથી 505 મા અંબેના ભક્તને કેસર કેરીના આંબાની કલમનું વિતરણ કરવા 5 જુદા-જુદા વૃક્ષારોપણ રથ તૈયાર કરવામાં આવ્યા છે.

આ રથ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા દ્વારા અમીરગઢ, વિરમપુર, અંબાજી અને દાંતા વિસ્તારમાં પ્રત્યેક ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે (Ambaji plant distribution) વડ, ગુગળ, આંબાના રોપોઓનું વિતરણ કરાશે. આ રથનું પ્રસ્થાન જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ આનંદ પટેલેના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે વડ, ગુગળ અને આંબાના રોપોઓને માતાજીનો પ્રસાદ સ્વરૂપે ગણી જતન કરી પર્યાવરણ વૃદ્ધિ અને જાગૃતિ કરવા સંકલ્પ લેવડાવામાં આવ્યાં હતાં. તેમજ આઆગામી સમય માં જનજાતી લોકો પરભગ બની શકે તેમાટે ફળાઉ બાગાયતી વ્રુક્ષો નુ વિતરણ કરવાનુ આયોજન હાથ ધરાયા હોવાનુ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જીલ્લા કલેકટર આનંદ પટેલ એ જણાવ્યું હતુ.