Bhavnath mela 2024

Bhavnath mela 2024: આજથી જૂનાગઢમાં ભવનાથનો મેળો શરૂ, ભોલેનાથના નાદ સાથે વિધિવિધાનથી થશે શિવરાત્રીના મેળાનો પ્રારંભ

Bhavnath mela 2024: રેલવે તંત્ર દ્વારા આજથી જૂનાગઢ-કાસીયાનેસ વચ્ચે મીટર ગેજ ટ્રેક પર મેળા સ્પેશીયલ ટ્રેન શરૂ કરી છે

જૂનાગઢ, 05 માર્ચઃ Bhavnath mela 2024: જૂનાગઢ ખાતે ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે આજે મહાવદ નોમના ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. આ સાથે અન્નક્ષેત્રો ધમધમતા થશે. તેમજ સાધુ સંતોના ધુણા પ્રજ્વલ્લિત થશે. મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે 2800 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, એસટી અને રેલવે તંત્ર દ્વારા વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. જે આજથી શરૂ થઈ ગઈ હતી.ચાર દિવસ સુધી ભવનાથ ક્ષેત્રમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ સર્જાશે. મહાશિવરાત્રી પર ભવનાથ તળેટીમાં જ મેળો યોજાતો હોવાથી રાજ્ય અને દેશભરમાંથી સાધુ સંતો આવી પહોચ્યા છે. તેઓએ તળેટીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. મેળાના પ્રારંભ થતા જ સાધુ સંતોના ધુણા પ્રજ્વલ્લિત થશે અને તેની ધુમ્રશેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ ઉભો થશે.

આ પણ વાંચોઃ Isro Chief S Somnath: ઇસરો ચીફ એસ. સોમનાથનને કેન્સર, કહ્યું- આદિત્ય એલ-1 મિશન લૉન્ચ વખતે મળી હતી જાણકારી

રેલવે તંત્ર દ્વારા આજથી જૂનાગઢ-કાસીયાનેસ વચ્ચે મીટર ગેજ ટ્રેક પર મેળા સ્પેશીયલ ટ્રેન શરૂ કરી છે. તેમજ સાત જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવ્યા છે. જ્યારે એસટી તંત્ર દ્વારા બસસ્ટેન્ડથી ભવનાથમાં જવા માટે 75 મીની બસ તેમજ અન્ય અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, અમરેલી દ્વારકા સહિતના રૂટ પર વધારાની 175 બસ દોડાવવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો