7f0c300b 3deb 4784 8fd2 1adb2733e589

Bhiloda: વાંકાનેર તથા મેઘરજના પંચાલ ખાતે સાંસદસભ્યના હસ્તે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

Bhiloda: ભિલોડામાં રૂ.૪૧૯.૮૪ તથા મેઘરજમાં રૂ.૪૮૬.૭૯ લાખનાં ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશન ઉભા કરાયા

અહેવાલઃ રાકેશ ઓડ

ભિલોડા, 09 જુલાઇઃBhiloda: ભિલોડાના વાંકાનેર ખાતે ઊર્જા મંત્રી, સૌરભભાઈ પટેલનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ તથા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની શુભેચ્છાથી અરવલ્લી જીલ્લાના ભીલોડા અને મેઘરજ તાલુકાના ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાપર્ણ વાંકાનેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતેથી સાંસદસભ્ય દિપસિંહ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સાંસદસભ્ય દિપસિંહ રાઠોડે જણાવ્યું કે, વાંકાનેર એ ગોપાળદાસ તથા શામળિયાની ભૂમિ છે. ભૂતકાળમાં ગામોમાં લાઈટની મુશ્કેલી હતી, જેને હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટીથી રાજયના ૧૮ હજાર ગામડાઓમાં વિજળીની સુવિધા પ્રાપ્ત થઇ ચુકી છે.

વધુ તેમણે જણાવ્યું હતું કે, વરસાદ, વાવાઝોડા સહીતના આફતના સમયે જેટકો અને યુ.જી.વી.સી.એલ. નાં અધિકારી/કર્મચારીઓ દ્વારા જીવનો જોખમ રાખીને પણ આપણને વિજળી મળી રહે તે માટેની કામગીરી કરતા હોય છે આ કામગીરી અતિ સરાહનીય છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી કે હવે સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર રાજ્યના ખેડૂતોને ૭ જુલાઈથી ૨ કલાક વધારીને ૮ કલાકના બદલે ૧૦ કલાક વિજળી મળવાપાત્ર થઇ છે.


તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષ માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ.૩૫૦૦ કરોડનું બજેટ(Bhiloda) મંજુર કરાયેલ છે. જેમાં ૧૩મી પંચવર્ષીય યોજના દરમ્યાન અરવલ્લી જીલ્લામાં મંજુર થયેલ સબસ્ટેશનોની અરવલ્લી જીલ્લાની ભોગૌલિક પરિસ્થિતિ, ઔધૌગિક વિજમાં ખેતીવાડી માટે સિંચાઇની સુવિદ્યા માટે વીજળીની જરૂરિયાતોને ધ્યાનમા લઇ ભવિષ્યની વીજ માંગને પહોચી વળવા જેટકો દ્રારા અરવલ્લી જીલ્લાની ૧૩મી પંચવર્ષીય યોજના દરમ્યાન ૬૬ કે.વી. નાં ૦૭ (સાત) સબસ્ટેશનોનુ આયોજન કરવામા આવેલ છે. હાલમાં અરવલ્લી જિલ્લામાં હાલ ૬૬કે.વી.ના ૪૯ સબસ્ટેશન કાર્યાંન્વિત છે.

ભીલોડાના ખાતે રૂ.૪૧૯.૮૪ લાખના ખર્ચે તૈયાર ૬૬ કે.વી સબસ્ટેશન(Bhiloda) થવાથી વાંકાનેર, ખુમાપુર, ચીબોડા, શંકરપુરા, ભટ્ટેરા, મોધરી, રીંટોડા, ભુતાવડ, મોહનપુર તથા નજીકના ઔદ્યોગિક એકમો વગેરે જેવા તથા નજીકનાં વિસ્તારમાં પૂરતા વીજ દબાણ મળવાની સાથે વાંકાનેર સબસ્ટેશનની આજુબાજુના ૧૫ કિલોમીટર વિસ્તારમાં આવેલ અંદાજે ૧૨ ગામોના ખેતીવાડી ,રહેઠાણ અને ઔદ્યોગિક અંદાજે ૭૨૦૦ ગ્રાહકોને સતત ગુણવત્તા સભર વિજળી થી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે.


જયારે મેઘરજના પંચાલ ખાતે રૂ.૪૮૬.૭૯ લાખ ખર્ચે તૈયાર થયેલ ૬૬ કે.વી સબસ્ટેશન થવાથી પંચાલ, ઢૂંદેરા, રાજગોળ, નવઘરા, પહડિયા, ઈટવા, કદવાળી, તથા નજીકના ઔદ્યોગિક એકમો વગેરે જેવા તથા નજીકના વિસ્તારમાં પૂરતા વીજ દબાણથી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે જયારે આ સબસ્ટેશનની આજુબાજુના ૧૫ કિલોમીટર વિસ્તારમાં આવેલ અંદાજે ૧૨ ગામોના ખેતીવાડી ,રહેઠાણ અને ઔદ્યોગિક અંદાજે ૫૫૦૦ ગ્રાહકોને સતત ગુણવત્તા સભર વિજળી પૂરી પાડી શકાશે.

આ પ્રસંગે અરવલ્લી જીલ્લા(Bhiloda) પંચાયતના પ્રમુખશ્રી તથા ભીલોડા ધારાસભ્યએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જીલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ મનાત, ભીલોડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તલ્લીકાબેન, મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન આદિજાતી ડીરેક્ટર પી.સી.બરંડા, જીલ્લા અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ, રણવીરસિંહ ડાભી, ભીલોડા એ.પી.એમ.સી.નાં ચેરમેન હિતેન્દ્રસિંહ, હસમુખભાઈ પટેલ, જેટકો અધિક્ષક ઈજનેરડી.એસ.ચૌહાણ, ઈજનેર પી.સી.શાહ, હિંમતનગર વર્તુળ કચેરીના અધિકારી/કર્મચારીઓ, તાલુકા/જીલ્લાના પંચાયતના સદસ્યઓ તથા ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ PM oxygen meeting: પ્રધાનમંત્રીએ દેશભરમાં ઓક્સિજન પુરવઠો વધારવાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી- વાંચો વિગત