BJP

BJP Election Mode: PM મોદીએ ગુજરાતના તમામ સાંસદોને ‘બૂસ્ટર ડોઝ’ આપીને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું

BJP Election Mode: પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ‘મિશન-150’ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી

ગાંધીનગર, 29 માર્ચઃ BJP Election Mode: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ‘મિશન-150’ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના 34 સાંસદો સાથે સંવાદ કર્યો હતો.

તે ઉપરાંત જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. PM મોદીએ ગુજરાતના તમામ સાંસદોને ‘બૂસ્ટર ડોઝ’ આપીને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Refined Oil Price increase: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, વાંચો નવો ભાવ

વિકાસના એજન્ડા પર જ ભાજપ આગામી ચૂંટણી લડવાનો છે એ નક્કી છે. આ માટે ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાનો વ્યૂહ ઘડ્યો છે. એ ચૂંટણીમાં પણ ભાજપે ત્યાંની યોગી આદિત્યનાથ સરકારે પ્રજા માટેની વિવિધ યોજનાના લોકોને મળેલા લાભનો ભરપૂર પ્રચાર કર્યો હતો.

આ માટે ગુજરાત પેટર્નથી પ્રચાર યુપીમાં કરાયો હતો. ત્યાં સફળતા બાદ હવે આ પેટર્ન ગુજરાતમાં પરત આવી છે. અહીં પણ ભાજપના પ્રદેશ સંગઠન અને સત્તા પાંખ બંનેને આ રાહે ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો છે.

આ પણ વાંચોઃ 3 LPG Gas Cylinders Free: આ રાજ્યમાં દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસના સિલેંડર મફત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.