CM visited Tapi Sports

CM visited Tapi Sports Complex: તાપી જિલ્લાના રમત ગમત સંકુલના નિર્માણની કામગીરીની પ્રગતિની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી

CM visited Tapi Sports Complex: ૨૦૦ ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિત બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટની સુવિધા

  • બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો માટે ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ
  • આઠ એકર-કુલ 32,912 ચો.મી. જમીન ઉપર અંદાજિત રૂપિયા 28.69 કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત ગમત સંકુલનું ભવ્ય નિર્માણ
  • 6.50 કરોડના કામો પ્રગતિ હેઠળ જ્યારે 22.19 કરોડના કામો ટુંક સમયમાં શરૂ થશે

ગાંધીનગર, 04 ઓગષ્ટઃ CM visited Tapi Sports Complex: તાપી જિલ્લાના વ્યારા સ્થિત આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ રહેલ છે. બ્લોક નં. 485 પૈકી 26,756 ચો.મી. તથા બ્લોક નં.489 પૈકી 5,277 ચો.મી. મળી કુલ 32,912.00 ચો.મી. જમીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બાંધકામ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે.


આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા ૫.૫૦ કરોડની વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેની 35 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. સંપુર્ણ કામગીરી અંદાજિત 31-12-2022 સુધી પુર્ણ થશે.

આ પણ વાંચોઃ China attack Taiwan: નેન્સી પેલોસીએ તાઈવાન છોડ્યા બાદ આક્રમક બનેલા ચીને હવે તાઈવાનને સબક શીખવવા અમૂક ભાગોમાં હુમલા શરૂ કર્યા
આ ઉપરાંત વોલીબોલના ૨, ખો-ખો-૧, કબડ્ડી-૨ તથા પ્રેક્ટીસ આર્ચરીના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત રૂપિયા ૦૧ કરોડ વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરી જેની ૮૦ ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. આમ હાલ ૬.૫૦ કરોડના કામો પ્રગતિમાં છે આ સંપુર્ણ કામગીરી લગભગ 2022 ના ઓગષ્ટ માસ સુધીમાં પુર્ણ થશે તેવો અંદાજ છે.


સંકુલની અન્ય ખાસ બાબતોમાં જિલ્લા રમત સંકુલ ખાતે 200 ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ બિલ્ડીંગનું કામ અંદાજીત રૂપિયા 14 કરોડમાં, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિતનું કામ અંદાજીત રૂપિયા 6.80 કરોડ, બાસ્કેટ બોલ-૧ તથા ટેનિસ કોર્ટ-૧ના ગ્રાઉન્ડ રૂપિયા 1.39 કરોડ મળી કુલ- રૂપિયા 22.19 કરોડના ખર્ચે કામો શરૂ થનાર છે.


આમ જિલ્લામાં કૂલ-28.69 કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત ગમત સંકુલ નિર્માણ થશે.આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે.


દક્ષિણના છેવાડાનો આદિજાતિ જિલ્લો તાપી પોતાની અનેક બાબતો માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે આ સ્પોર્ટસ સંકુલ તાપી જિલ્લાના આદિજાતિ યુવાઓ સહિત ખેલ કૂદ ક્ષેત્રે વધુ હોનહાર ખેલ પ્રતિભા ઉભી કરશે.

આ પણ વાંચોઃ Home remedies to clean the press: ડર્ટી પ્રેસથી પણ કપડા પર ડાઘા પડે છે, તો અપનાવો આ ઘરેલું ઉપચાર

Gujarati banner 01