CM visits Mansa village

CM visits Mansa village: મુખ્યમંત્રી ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કર્યો

CM visits Mansa village: પાણીનો બગાડ થાય નહિ અને પાણીના તળ ઊંચા આવે તે માટે માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપી

ગાંધીનગર, 20 મેઃ CM visits Mansa village: ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે બપોરે ગાંધીનગર જિલ્લાના માણસા ગામે પહોચ્યા હતા અને ત્યાં પણ તેમણે આવી સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજી હતી. પાણીનો બગાડ થાય નહિ અને પાણીના તળ ઊંચા આવે તે માટે માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપી હતી.

મુખ્યમંત્રી ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના ઉપસ્થિત અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે દિશાનિર્દેશ આપતા વિકાસ કાર્યોમાં સૌનો સાથ, સૌનો વિકાસની ભાવનાને વધુ મજબૂત કરવાનું પણ પ્રેરક સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ પણ કર્યો હતો. 

આ પણ વાંચોઃ IAS officer raided there: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં IAS ઓફિસરને ત્યાં CBIની ટીમ દ્વારા દરોડા           

સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રીએ જિલ્લા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્ય એ મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગર જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ ફેલગશીપ યોજનાઓના અમલીકરણ અને પ્રાપ્ત થયેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી અને જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી.  

આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, અધિક નિવાસી કલેકટર રિતુ સિંગ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Ahmedabad corona cases: સોલા સિવિલમાં સગર્ભાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ, અમદાવાદમાં નવા 12 કેસ નોંધાયા

Gujarati banner 01