dahej blast

Dahel blast in bharat rasayan: ભરૂચ-દહેજની ભારત રસાયણ માં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ચાર કામદારો દાજીયા

Dahel blast in bharat rasayan: દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ – કેટલાય કામદારો ઘવાયા, 10 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે – 6 થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લાવવાની કવાયત

  • ઇન્ડસ્ટ્રીયલ સેફટી, GPCB, પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર પોહચ્યું
  • રાહત-બચાવની કામગીરી હાથ ધરાઈ, મેજર બ્લાસ્ટ અને ફાયરથી દહેજ પંથકમાં ભયનો માહોલ

દહેજ, 17 મે: Dahel blast in bharat rasayan: દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની છે.

દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો.

વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળ ઉપર દોડી આવ્યું હતું. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી. જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો.

હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાની સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે, જોકે ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. હાલ તો તમામ તંત્રની પ્રાથમિકતા દાઝેલા અને ઇજાગ્રસ્તોને હેમખેમ કાઢી સારવાર અપાવવી તેમજ આગ ઉપર કાબુ મેળવવાની રહેલી છે.

આ પણ વાંચો..Property case issue: અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદનની મિલકત પર AMCનું બુલડોઝર ફરી વળ્યું

Gujarati banner 01