e6b96306 e3ce 438d a1b9 276da0c18108

DR.Nimaben at Ambaji: વિધાનસભાના અધ્યક્ષ ર્ડા.નીમાબેન આચાર્યએ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

DR.Nimaben at Ambaji: અધ્યક્ષએ મિડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં વધારો કરવા તથા તેમના કલ્યાણ માટેના કાયદાઓ બને છે.

અંબાજી, 29 સપ્ટેમ્બરઃDR.Nimaben at Ambaji: કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ સજોડે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.

આ પ્રસંગે અધ્યક્ષ(DR.Nimaben at Ambaji)એ મિડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં વધારો કરવા તથા તેમના કલ્યાણ માટેના કાયદાઓ બને છે. તેમણે કહ્યું કે આજે મા અંબાના દર્શન કરી મા ને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય.

આ પણ વાંચોઃ Confession of terrorist: ઉરી સેક્ટરમાં સેનાના હાથમાં જીવતા પકડાયેલા પાક આતંકી અલી બાબરે મોટી કબૂલાત- વાંચો શું કહ્યું?

તેમણે (DR.Nimaben at Ambaji) જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારા પર વિ‍શ્વાસ મુકી વિધાનસભા ગૃહની આટલી મોટી જવાબદારી સોંપી છે ત્યારે માતાજી લોકોના કલ્યાણ માટેના કામ કરવાની મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે કોરોનાના થર્ડ વેવની ચર્ચા ચાલી રહી છે ત્યારે થર્ડ વેવ આવે જ નહીં તથા મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે અને આપણું રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.

અધ્યક્ષ(DR.Nimaben at Ambaji)એ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે હું ૧૯૯૦ થી સતત કાર્ય કરુ છુ. મહિલાઓની સુરક્ષા- સલામતી અને સર્વાગી વિકાસ માટે રાજયમાં ૧૫૦ થી વધુ યોજનાઓ અમલી બનાવાઇ છે. સંકટના સમયમાં મહિલાઓને સુરક્ષા પુરી પાડવા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કાર્યરત છે. તેમણે કહ્યું કે આજે મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કરી પુરૂષ સમોવડી બની છે. પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓ માટે અનામતના લીધે રાજ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

f8a18b2a 39a3 41a0 8b14 ba6dc7c852e4

આ પ્રસંગે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ માતાજીની મૂર્તિ અને શાલથી તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી અધ્યક્ષનું સ્વાગત-સન્માન કર્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષના પતિ ભાવેશભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા, અગ્રણીઓ સર્વ હિતેશભાઈ ચૌધરી, સાગરભાઇ ચૌધરી, ગોવિંદભાઈ ચૌધરી, રાજુભાઇ ડાભી, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત અધિકારીઓ અને આગેવાનો સહીત ઈન્ડીય રેડક્રોસ સોસાયટી દાંતતાલુકા બ્રાન્ચ ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે વધુ એક ભથ્થાંને મંજૂરી આપી, જાણો કેટલો મળશે લાભ

Whatsapp Join Banner Guj