Naran rane

Employment in Gujarat: ગુજરાતમાં રોજગારી અને કયર ઉદ્યોગને વેગ આપવાના નવતર પ્રયાસો

Employment in Gujarat: સુક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ૫૮ લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે

  • મંત્રી નારાયણ રાણે ગુજરાતમાં કયર ઉદ્યોગને વેગ આપવા કયર બોર્ડની મિટિંગમાં હાજરી આપી
  • ગુજરાતમાં કયર ઉદ્યોગને ૭,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય

વડોદરા, ૨૭ સપ્ટેમ્બર: Employment in Gujarat: ગુજરાતમાં રોજગારની નવી તકો ઉભી કરવા અને કયર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કયર બોર્ડ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. કયર બોર્ડના ચેરમેન ડી. કપ્પુરામુ અને સુક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી નારાયણ રાણે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગનું લક્ષ્ય ગુજરાતમાં કયર ઉદ્યોગને વેગ આપવા અને રોજગારની તકો ઉત્પન્ન કરવાનું છે.

કયર ઉદ્યોગ મુખ્યત્વે દક્ષિણના દરિયા કિનારા ધરાવતા રાજ્યોમાં થાય છે. પરંતુ બીજા રાજ્યોમાં કયર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સુક્ષ્મ , લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવા પગલા લેવામાં આવ્યા છે. ગુજરાતમાં કયર ઉદ્યોગ મંદ હોવાથી ભવિષ્યમાં કયર ઉદ્યોગને ૭,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી નારાયણ રાણે એ જણાવ્યું કે, મંત્રાલય દ્વારા ગુજરાતમાં અત્યાર સુધી ૫૮ લાખ રોજગાર નિર્માણ કરવામાં આવ્યું છે અને આગામી બે વર્ષ દરમિયાન ૧ કરોડ ૨૦ લાખ રોજગાર નિર્માણ થશે. દેશમાં રોજગારી ઊભી કરી જી.ડી.પી. વધારવા માંગીએ છીએ. કયર બોર્ડ દ્વારા કયર ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા નાણાંકીય સહાય પણ આપવામાં આવશે.

Employment in Gujarat: વધુમાં તેમણે કહ્યુ કે, કયર ઉદ્યોગને વેગ આપવા દક્ષિણથી બીજા રાજ્યોમાં સામગ્રીની નિકાસ કરવામાં આવશે. ઉપરાંત સુક્ષ્મ , લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે, કયર બોર્ડના ચેરમેન ડી. કપ્પુરામુ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરાના મેયર કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Hair & Skin Care in Rainy Season: ચોમાસાની સિઝનમાં આ રીતે કરો હેર અને સ્કિન કેર- વાંચો આ ટિપ્સ

Whatsapp Join Banner Guj