Gov.approval for recruitment of staff for medical college: JCIની રજૂઆતને પગલે પોરબંદરમાં મેડિકલ કોલેજ માટે સ્ટાફની ભરતી માટે સરકારે મંજૂરી આપી

Gov.approval for recruitment of staff for medical college: પોરબંદર માટે એક સારા સમાચાર છે. મેડિકલ કોલેજની મંજૂરી મળ્યા બાદ સ્ટાફની ભરતી માટેની સરકારે મંજુરી આપી દીધી છે. પોરબંદર જેસીઆઇના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયાની સતત રજૂઆત બાદ સ્ટાફ ભરતી માટેની મહત્વની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જેનો જેસીઆઇએ આભાર વ્યક્ત કર્યો છે. 

પોરબંદર, 18 મેઃ Gov.approval for recruitment of staff for medical college: પોરબંદર માટે એક સારા સમાચાર છે. મેડિકલ કોલેજની મંજૂરી મળ્યા બાદ સ્ટાફની ભરતી માટેની સરકારે મંજુરી આપી દીધી છે. પોરબંદર જેસીઆઇના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયાની સતત રજૂઆત બાદ સ્ટાફ ભરતી માટેની મહત્વની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જેનો જેસીઆઇએ આભાર વ્યક્ત કર્યો છે. 


ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩ અંતર્ગત પોરબંદર જિલ્લાને મેડિકલ કોલેજની મંજુરી આપી દેવામાં આવી હતી. ૩ વર્ષ પહેલા મેડિકલ કોલેજ માટે પપ૧ કરોડ જેવી રકમ ફળવવામાં આવી હતી. પરંતુ મેઇન પાવરના અભાવે આ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવતી ન હતી.

પોરબંદરને મેડિકલ કોલેજ માટે તાત્કાલીક મંજુરી અને મહેકમ આપવાની જેસીઆરઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણિયા દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને સફળતા મળી હોય તેમ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ ૧ થી ૪ના કુલ ૪૮૧ જગ્યાઓ માટે ભરતી કરવાની મંજુરી આપવામાં આવી છે. મેકિડલ કોલેજ માટે કેન્દ્રની ઇન્પેકશન માટેની ટીમ આવી હતી અને તેમણે મેઇન પાવરના અભાવે આ કોલેજ મંજુર કરી હતી.

આ પણ વાંચોઃ LIC’s IPO broke many old records: લિસ્ટિંગ બાદ LIC બની દેશની પાંચમી સૌથી મોટી કંપની, સૌથી વધુ અરજીઓ ફગાવાઇ

ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરે તા.ર૪-૧ર-ર૦ર૦ના રોજ કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩ અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી હસ્તક પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજની મંજુરી આપવામાં આવી હતી. આ મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ નવી દિલ્હીદ્વારા તા.૧૧-૮-ર૦ર૧ ના રોજ ઇન્પેકશન કરવામાં આવ્યું હતું. તેની સુનવણી તા.૧ર-૧૦-ર૦ર૧ ના રોજ રાખવામાં આવી હતી. જેમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પૂરતી સુવિધા અને મેઇન પાવર ન હોવાનું જણાવી નવી મેડિકલ કોલેજ નામંજુર કરી હતી.

આથી જેસીઆઇ દ્વારા ફરી રિ-ઇન્પેકશન કરવા માટે માંગણી કરવામાં આવી હતી. જેનો સ્વીકાર કરી તા.૪-૩-ર૦રર ના રોજ ફરી કેન્દ્રની ટીમ ઇન્સપેકશન માટે આવી હતી ત્યારે જેસીઆઇ દ્વારા રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૧૮-૧૧-ર૦ર૧ ના રોજ રાજ્યના આરોગ્ય મંત્રીને જેસીઆઇના સ્થાપક પ્રમુખે રજુઆત કરી હતી. ત્યારબાદ તા.ર૭-૧૧-ર૦ર૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિગતવાર પત્ર પાઠવી ચાલુ વર્ષમાં જ મેડિકલ કોલેજ શરૂ કરવા તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સ્ટાફની ભરતી કરવા રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતને સફળતા મળી હોય તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેકશન અધિકારી હિતેશ જાની દ્વારા પરિપત્ર જાહેર કરી પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ-૧ અને રની ૬૭ જગ્યાઓ તથા વર્ગ-૩ અને ૪ માટે ૩૧૪ જગ્યાઓ મળી કુલ ૪૮૧ જગ્યા ભરવાની મંજુરી આપવામાં આવે છે. જેથી હવે નવા સત્રથી પોરબંદર મેકિડલ કોલેજ શરૂ થવાની આશાઓ ઉજળી બની છે. આ નિર્ણયને પગલે જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા અને પ્રમુખ રોનક દાસાણીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ Benefits of eating apple: દરરોજ આ સમયે ખાઓ 1 સફરજન દૂર થશે જશે તમામ રોગ

Gujarati banner 01