bardoli rain 1

Gujarat heavy rain update: સમગ્ર રાજ્યમાં પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ, બોડેલી 22 ઇંચ વરસાદથી જળબંબાકાર

Gujarat heavy rain update: પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ પડ્યો છે

ગાંધીનગર, 11 જુલાઇઃ Gujarat heavy rain update: ગુજરાતના તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક મુશ્કેલી પડી હતી. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ વરસાદ પડ્યો છે. તો ક્વાંટમાં 17.3 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ થયો છે. 

ગત રાત્રે સમગ્ર અમદાવાદમાં મૂશળધાર મેઘો મંડાયો હતો. અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. અમદાવાદના રસ્તાઓ પર હજુ પાણી ભરેલા છે.

આ પણ વાંચોઃ Speaking of intelligence: અક્કલના ઇંજેક્શન ક્યાં મળશે..! શું તમને પણ જરૂર છે અક્કલના ઇંજેક્શનની.. ?

અમદાવાદમાં રાત્રે 8 કલાક આસપાસ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પણ છ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખેડાના નડિયાદમાં 5.5 ઈંચ વરસાદ થયો હતો. પંચમહાલના ગોધરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો હતો. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ થયો છે.  રાજ્યમાં સામાન્યથી લઈને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છોડાઉદેપુર, પંચમહાલ, છોડાઉદેપુર, ડાંગ, અમદાવાદ, નવસારી, વલસાડ, ખેડા, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.  

આ પણ વાંચોઃ Sri lanka PM Resigne: ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ બેકાબૂ, રાષ્ટ્રપતિ ભાગી ગયા તો વડાપ્રધાને આપ્યુ રાજીનામુ- વાંચો વિગત

Gujarati banner 01