Har Ghar Triranga

Har Ghar Triranga: અમદાવાદ જિલ્લામાં ૧૬ લાખથી વધુ ઘરના તિરંગો લહેરાશે- વાંચો વિગત

Har Ghar Triranga: રાજ્યમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન કુલ ૧ કરોડ ઘર – ઇમારતો પર તિરંગા લહેરાવા નું લક્ષ્ય

અમદાવાદ, 23 જુલાઇઃ Har Ghar Triranga: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે સમગ્ર દેશમાં 13 થી 15 ઓગસ્ટના દિવસમાં દરેક ઘર પર તિરંગો લહેરાય એવી રાષ્ટ્રભાવના સાથે હર ઘર તિરંગા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારના નેતૃત્વમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર તથા જિલ્લાના પદાધિકારીઓની એક વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

વીડિયો કોન્ફરન્સ માં અમદાવાદ જિલ્લાના કલેકટર સંદીપ સાંગલે ,જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા , અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ સહિત ના અધિકારીઓ જોડાયા હતા આ વીડિયો કોન્ફરન્સ  માં અમદાવાદ જિલ્લા માટે 16 લાખથી વધારે ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકા વિસ્તારોમાં 11લાખથી વધારે ઘરો અને ઇમારતો પર તિરંગો લહેરાવવાનું આયોજન છે તો ગ્રામ્ય વિસ્તારોમાં ઘરો અને ઇમારતો પર તિરંગો લહેરાવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે એ અધિકારીઓને આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયાસો કરવાની સૂચના આપી હતી .

આ પણ વાંચોઃ Ranveer singhs nude photo shoot: રણવીરે એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ, એક્ટરના ફોટોઝ થઇ રહ્યા છે વાયરલ – જુઓ તસ્વીર

આ પણ વાંચોઃ Actor Deepesh bhan passes away: ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું અવસાન, ફેન્સમાં શોકની લાગણી

Gujarati banner 01