Weather Update sammer

Heatwave Forecast: ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે, જાણો ક્યા વિસ્તારમાં છે હિટવેવની આગાહી

Heatwave Forecast: છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 39.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ

whatsapp banner

અમદાવાદ, 21 માર્ચ: Heatwave Forecast: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચો જઇ રહ્યો છે. ત્યારે માર્ચ પુરો થતા થતા તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી આગાહી સામે આવી રહી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમે આજે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે. આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.

છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 39.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી દ્વારકામાં નોંધાયુ છે. અમદાવાદમાં 36. 6 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ પણ વાંચોઃ Priyanka with Family At Ram Temple: પ્રિયંકાએ પતિ નિક અને દીકરી માલતી સાથે રામલ્લાના દર્શન કર્યા, જુઓ તસ્વીરો

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે.

આગાહીમાં હીટવેવ અંગે જણાવતા કહ્યુ કે, આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે.

નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય પ્રદેશોમાં 30 °C સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે. જો તાપમાન 47 ° સે સુધી પહોંચે છે, તો તેને ગંભીર હીટ સ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.

આ પણ વાંચોઃ New Delhi Lok Sabha Seat: પ્રથમવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સોનિયા અને રાહુલ ગાંધી! જાણો શું છે મામલો?

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો