Narendra Modi Stadium

IND VS PAK: અમદાવાદમાં આવતીકાલે પોલીસનો લોખંડી બંદોબસ્ત, વાંચો ડીજીપી વિકાસ સહાયે શું કહ્યું…

IND VS PAK: ભારત-પાક મેચમાં સુરક્ષાને લઈ ગુજરાત અને અમદાવાદ પોલીસ પૂર્ણત સજ્જ: ડીજીપી વિકાસ સહાય

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ IND VS PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવવાની છે. ત્યારે તમામ સુરક્ષાને લઈ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ડીજીપીના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે 14મી એ રમાતી મેચને લઈ 5 પિલરમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં સ્ટેડિયમની સુરક્ષા, ટ્રાફિક-પાર્કિંગની સુરક્ષા, ટીમના સભ્યોની સુરક્ષા, પ્રેક્ષકોની સુરક્ષા, અને અસામાજિક તત્વોથી સુરક્ષા જળવાય તેમ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મેચના દિવસે લોકો મેટ્રોનો ઉપયોગ કરે અને મેચનો આનંદ માણે તેવી પણ અપીલ તેઓ દ્વારા કરવામાં આવી છે.

ભારત પાક મેચ દરમ્યાન 6 હજાર કરતા વધારે જવાનો ઉપરાંત અધિકારીઓ ખડેપગે સજ્જ છે. જેઓ તમામ સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત ATS, SOG, ક્રાઈમ બ્રાન્ચ પણ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા કોઈ ઘટનાને અંજામ ન આપવામાં આવે તે માટે સજ્જ કરવામાં આવી છે તો NDRF, NSG પણ સુરક્ષા માટેની જવાબદારી માટે મુકવામાં આવી છે.

ખાસ કરીને રાજ્યભરમાં પાછલી મેચોને જોતા મેચ પૂર્ણ થયા બાદ જે વિજય સરઘસ નીકળવામાં આવે છે તેઓને લઈ તેઓએ જણાવ્યું હતું કે તે નીકાળવું કે ન નિકાળવું તેની જવાબદસરી સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ જ નક્કી કરશે. આ બાબતે તમામ અધિકારીઓ સાથે વિડીયો કોનફરન્સ દ્વારા સૂચના અપાઈ છે.

મેચ પૂરી થયા બાદ સમગ્ર રાજ્યમાં આજે 8 વાગ્યા પછી તમામ પોલીસને એલર્ટ રાખવામાં આવી છે. બનાવટી ટિકિટ મામલે અત્યાર સુધી 2 કેસ નોંધાઇ ચુક્યા છે એટલે કોઈ લોભામણી જાહેરાત કે ટિકિટ લેવામાં ન રસ દાખવે. ગુજરાત અને અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને દર્શકો આ મેચનો ઉત્સાહપૂર્વક આનંદ માણે તે માટે કટિબદ્ધ છે.

પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી

મેચને પગલે DGP વિકાસ સહાયે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફિક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.

આ મેચમાં 6 હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે NSG, NDRF, RAF સહિતની ટીમો વ્યવસ્થામાં જોડાઈ છે. મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, ATSની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે. 

લોકોને અસામાજીક તત્ત્વો માટે બોગસ ટીકીટની બાબતોને ધ્યાને લઈ સતર્ક કરાયા છે. બાતમીના આધારે  પણ કામગીરી કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશિલ વિસ્તારોમાં વોચ રાખવા જણાવાયું છે. વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે 8 વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે.

એટલું જ નહીં, રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. આ ઉપરાંત અનધિકૃત ડ્રોનના ઉપયોગને ટાળવા માટે એન્ટી ગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એન્ટી ગન ડ્રોન 2 કિ.મી.માં ઉડતા અનધિકૃત ડ્રોનની ઓળખ કરી શકે છે. 

4 હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જોડાશે

રથયાત્રા બાદ હવે સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. સાથે જ આવતીકાલે 4 હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જોડાશે.

મોદી સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો… Trains New Stoppage: યાત્રીઓની સુવિધામાં વધારો; આ ટ્રેનો ના રોકાણમાં થયો વધારો. જાણો વિગતે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો