Rajasthan

Liquor seized from ambaji: રાજસ્થાન માંથી ગુજરાત માં ઘૂસાડાતા દારૂ નો જથ્થો અંબાજી નજીક થી ઝડપી પાડવામાં આવ્યો

Liquor seized from ambaji: પોલીસે બે મોબાઈલ સહીત કુલ રૂપિયા 4,53,742 નો મુદ્દા માલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર ની ધરપકડ કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૧ ઓગસ્ટ: Liquor seized from ambaji: આજે રક્ષાબંધન છે ને આવનારા તહેવારો ને લઈ બુટલેગરો પણ સક્રિય બનતા હોય છે ત્યારે આજે રાજસ્થાન માં થી ગુજરાત માં ઘૂસાડાતા દારૂ નો જથ્થો અંબાજી નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠા LCB પોલીસ ને રાજસ્થાન થી કોઈ ટ્રક વિદેશી દારૂ ભરી ગુજરાત માં ગુસનાર છે.

આ પણ વાંચો: Raksha bandhan 2022: આદિવાસી સહિત તમામ જ્ઞાતિ ની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદી ને રક્ષાપોટલી બાંધવામાં આવી, વાંચો…

તેવી બાતમી ના આધારે LCB પોલીસે અંબાજી નજીક આવેલી સરહદ જાંબુડી પાર ચાપતી નજર રાખી રાજસ્થાન તરફ થી આવી રહેલી આઇસર 407 મીની ટ્રક પર શંકા જતા તેને તપાસ કરતા ટ્રક માં દારૂ હોવાનું જણાતા મીની આઇસર ટ્રક ને અંબાજી પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ કરતા ટ્રક ના ગુપ્ત ભાગ માંથી વિવિધ બ્રાન્ડ ના વિદેશી દારૂ ની કિંમતી 2868 બોટલો મળી આવી હતી.

LCB પોલીસે રૂપિયા 2,43,742 તથા 407 ટ્રક અને બે મોબાઈલ સહીત કુલ રૂપિયા 4,53,742 નો મુદ્દા માલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે જોકે તહેવારો માં સક્રિય બનેલા બુટલેગરો માં ફફડાટ પણ ફેલાયો છે.

આ દારૂ ની ટ્રક ભરાવી આપનાર તથા ટ્રક ની પાઈલોટિંગ કરનાર દિલીપ પ્રજાપતિ અંબાજી વાળા તથા દારૂ નો જથ્થો લેનાર કુંવારાસી ગામ ના ઈકુંડા સામે કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarati banner 01