Corona case in US: યુએસમાં રોજ કોરોનાના નવા એક લાખ કેસ નોંધાતા હોસ્પિટલો દર્દીઓેથી ભરચક- વાંચો વિગત

Corona case in US: જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જારી કરેલા આંકડાઓ અનુસાર દુનિયામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 20.1 કરોડનો આંક વટાવી ગઇ છે

વોશિંગ્ટન, 08 ઓગષ્ટ: Corona case in US: યુએસ, રશિયા, બ્રાઝિલ અને ચીન સહિત દુનિયાભરના દેશોમાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હાહાકાર મચાવવા માંડયો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જારી કરેલા આંકડાઓ અનુસાર દુનિયામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 20.1 કરોડનો આંક વટાવી ગઇ છે જ્યારે મહામારીમાં મરનારાઓની સંખ્યા 42.7 લાખ કરતાં વધી ગઇ છે. 

ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ એટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે કે ફલોરિડા, લુસિઆના અને મિસિસિપીમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઘણી હોસ્પિટલોમાં બેડની તંગી સર્જાઇ છે. હ્યુસ્ટનમાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાના નવા મોજાને કારણે આરોગ્ય સેવાઓ તાણ હેઠળ આવી ગઇ છે. યુએસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 35,695,091 થઇ છે જ્યારે મરણાંક 6,16,483 થયો છે. 

બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1056 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક વધીને 5,61,762 થયો છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,320 કેસ નોંધાવાને પગલે કુલ દર્દીઓની સંખ્યા 64,24,884 થઇ છે. રશિયામાં એક જ દિવસમાં કોરોનાને કારણે 793 જણાના મોત થવાને પગલે કુલ મરણાંક 1,64,094 થયો છે. 

આ પણ વાંચોઃ Reliance future retail deal: સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલ પર પ્રતિબંધ લગાવ્યો, અમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો- વાંચો વિગત

ચીનમાં કોરોનાના નવા 107 કેસ નોંધાવાને પગલે બિજિંગમાં નિયંત્રણો વધારી દેવામાં આવ્યા છે. હવે બિજિંગમાં પ્રવેશવા માટે કોરોના નેગેટિવ ટેસ્ટ બતાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પણ કોરોનાના ચોથા મોજામાં છેલ્લા 24કલાકમાં કોરોનાના નવા 4720 કેસો નોંધાયા છે અને 95 જણાના મોત થયા છે. પાકિસ્તાનમાં ચેપનો દર નવ ટકા કરતાં વધી ગયો છે. 

લદ્દાખમાં કોરોનાના નવા નવ કેસ નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસની સંખ્યા 20,378 થઇ છે. હાલ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યા 65 છે. લદ્દાખમાં કોરોનાના કારણે કુલ207 જણાના મોત થયા છે. 

દરમ્યાન યુકેમાં વડાપ્રધાન જ્હોન્સન બોરીસના સહાયકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona case in US)આવવા છતાં જ્હોન્સને દસ દિવસ આઇસોલેટ ન થવાનો નિર્ણય લેતા તેમની સામે રોષ વધી રહ્યો છે.

જો કે, સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન જનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેવી કોઇ વ્યક્તિના ગાઢ સંપર્કમાં આવ્યા નથી. વડાપ્રધાનનો આ સહાયકે બુધવારે ગ્લાસગો અને એબેરડીન વચ્ચે રોયલ એર ફોર્સના વોયેજર વિમાનમાં વડાપ્રધાનની સાથે પ્રવાસ કર્યો હતો.  

આ પણ વાંચોઃ Attack on hindu temple: મંદિર તોડનારાની તુરંત ધરપકડ કરો, દેશમાં બીજા મંદિરો ન તૂટે તે માટે પગલાં ભરોઃ પાક.ના મુખ્ય ન્યાયધીશનો સરકારને આદેશ

સિંગાપોરના આરોગ્ય પ્રધાન ઓંગ યે કુંગે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વેપાર અને ઇકોનોમીમાં કારોબાર વધવાને કારણે લોકોની અવરજવર વધવાને કારણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

તેમણે લોકોને આ બાબત માટે માનસિક રીતે તૈયાર રહેવા જણાવ્યું હતું. તેમણે બને એટલા વધારે લોકોને કોરોનાની રસી આપવા પર ભાર મુકીને જણાવ્યું હતું કે સિંગાપોર હવે ચાર તબક્કામાં રિઓપનિંગ કરશે.જેની શરૂઆત મંગળવારથી થશે.

પરિવહન પરના નિયંત્રણો હળવા બનાવવામાં આવશે અને રસી લેનારાઓની લેન ખોલવામાં આવશે. જેમાં આઇસોલેશનમાં રહ્યા વિના સિંગાપોર અને પસંદગીના દેશો વચ્ચે પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવશે. સ્ટે હોમ  નોટિસને બદલે વારંવાર ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવશે.

સિંગાપોરની 80 ટકા વસ્તીને કોરોનાની રસી આપી દેવામાં આવી છે તે સાથે દેશ હવે ટ્રાન્ઝિશન સ્ટેજ એ ભણી આગળ વધી રહ્યો છે. આ તબક્કામાં રસી લઇ ચૂકેલા મહત્તમ પાંચ જણાને બાર અને રેસ્ટોરાંઓમાં પ્રવેશ આપવામાં આવશે.દસમી ઓગસ્ટથી ફેરિયા પાસેથી લોકો ખાઇ શકશે અને કોફી શોપમાં પણ જઇ શકશે.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભાલા ફેંકમાં નીરજ ચોપરાની સુવર્ણ જીત- ગોલ્ડ મેડલ કર્યો પોતાને નામ, તો બીજી તરફ બજરંગ પુનિયા કુશ્તીમાં મેળવ્યો બ્રોન્સ મેડલ

યુએસમાં સીડીસીના અહેવાલમાં જે લોકોને અગાઉ કોરોનાનો ચેપ લાગ્યો હોય અને તેઓ સાજા થઇ ગયા હોય તો તેમને પણ કોરોનાની રસી લઇ લેવા માટે વિનંતી કરવામાં આવી છે કેમ કે એક અભ્યાસ અનુસાર આ સલાહને અવગણનારાને ફરી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ બમણું છે. સીડીસીના ડાયરેકટર ડો. રોશેલ વાલેન્સિકીએ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિઅન્ટ સામે રક્ષણ મેળવવાનો ઉત્તમ માર્ગ રસી લઇ લેવી તે છે.

જેમને કોરોનાનો અગાઉ ચેપ લાગ્યો હોય અને સાજા થઇ ગયા બાદ છ મહિના વીતી ગયા હોય તો તેમને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગવાની સંભાવના વધારે રહેલી છે. દરમ્યાન યુએસએ દ્વારા ભારતને કોરોનાના માત્ર 7.5 મિલિયન ડોઝની ફાળવણી કરવામાં આવી તે બાબતે નિરાશા વ્યક્ત કરતાં અગ્રણી ઇન્ડિયન-અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ બાઇડન વહીવટીતંત્રને ગ્લોબલ વેકિસન એઇડ પ્રોગ્રામ વિસ્તારવાની વિનંતી કરી હતી.

રાજા કૃષ્ણમૂર્તિ,પ્રમિલા જયપાલ, સેનેટર જેફ મર્કેલે અને એલિઝાબેથ વારેને નલીફાઇંગ ઓપોરચ્યુનિટિઝ ફોર વેરિઅન્ટસ યુ ઇન્ફેક્ટ એન્ડ ડેસિમેટ એક્ટ રજૂ કર્યો છે. જેમાં તેમની તરફેણમાં 116 સભ્યો છે. જો આ બિલ મંજૂર થાય તો કોરોના રસીના આઠ અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે સરકાર 34 બિલિયન ડોલરનું ભંડોળ વાપરી શકશે અને દુનિયાના અન્ય દેશોને કોરોના મહામારી સામે લડવામાં સહાય કરશે.

Whatsapp Join Banner Guj