Rain pic 1

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 18 મેઃorange alert: તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવા, મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ(orange alert) જાહેર કર્યું છે. તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

orange alert

orange alert:હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. ખેડા, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોર 2 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવનગરમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના ઉમરગામ, સુરતના ઓલપાડ, અમરેલીના રાજુલા અને બોટાદ સહિતના વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 4 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ, 11 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 27 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 62 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ADVT Dental Titanium

orange alert: ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તૌકતે વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર પડી છે. 2,437 જેટલા ગામોમાં વીજપુરવઠાને અસર પહોંચી છે તેમજ 1081 થાંભલાઓ પણ પડી ગયા છે. વીજ વિભાગની 661 ટીમો સતત કાર્યરત રહીને 484 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. આ ટીમોએ વીજ સપ્લાય લાઈનો પર પડેલી વૃક્ષોની અડચણો દૂર કરવા અને પડી ગયેલા થાંભલાઓ દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડી છે.

આ પણ વાંચો….

આગામી ૨૪ કલાક ગુજરાતમાં વાવાઝોડા(Cyclone In gujarat)ની અસર રહેશે – હવામાન વિભાગ