Pegasus

Pegasus : હાલના પેગાસીસ જાસુસીનું અમદાવાદ કનેકશન છે કે કેમ? તેની તપાસ કરવાની કોંગ્રેસની માંગ- સંપૂર્ણ અહેવાલ

  • Pegasus: પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક કરીને ભારતના વિરોધપક્ષના નેતાઓ, સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચુંટણી પંચની જાસુસીની ઘટનાને દેશ અને દુનિયાને હચમચાવી દીધો છે.
  • ઈઝરાઈલની NSO કંપનીનું પેગાસીસ(Pegasus) સોફટવેર માત્ર સાર્વભૌમિક સરકારોને ત્રાસવાદીઓની માહિતી મેળવવા વેચવામાં આવે છે, છતાં ભારતમાં નાગરીકોની જાસુસી કરવામાં વપરાયું છે.
  • પેગાસીસ(Pegasus) સોફટવેરનો રાજકીય મહાનુભાવો અને પત્રકારોની જાસુસી કરવાની ઘટનાની ફ્રાંસ સરકારે આદેશો આપી દીધા છે પરંતુ ભાજપની સરકાર તો જાસુસીનો જ ઈન્કાર કરે છે.
  • પેગાસીસ(Pegasus )સોફટવેર દ્વારા રાહુલ ગાંધી, ભાજપના બે મંત્રીઓ પ્રહલાદ જોષી અને વૈષ્નોઈ સુપ્રિમ કોર્ટના જજ, મુખ્ય ન્યાયધીશના મહિલા સ્ટાફ મેમ્બરના પરિવારના ૧૧ મોબાઈલ, ૪૦ જેટલા પત્રકારો, ચુંટણી પંચના કમિશ્નર સ્વતંત્ર કર્મશીલોના ફોન ઉપર પેગાસીસ સોફટવેરના માલવેર મોકલાયાની હકીકત બહાર આવી છે.


ગાંધીનગર, 21 જુલાઇઃ Pegasus: સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા પગાસીસ માલેવર દ્વારા ફોન હેકીંગથી ભારતના વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકાર માટે લડતા કર્મશીલો, સુપ્રીમ કોર્ટના જજઓ તથા તેના સ્ટાફ, ચુંટણી પંચના કમિશ્નર સહિતના ૩૦૦ જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરામ મારનાર અને શાસન ટકાવી રાખવા માટે બંધારણ અને રાજનિતિક પ્રક્રિયા સાથે ચેડા કરનાર હોવાનું જણાવીને ગુજરાતના ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ વખતે તથા વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષના અને ભાજપના ટોચના નેતાઓના ફોન હેકીંગ દ્વારા જાસુસી થઈ રહી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યો હતો.

આ પણ વાંચોઃ LIC Arogya rakshak: LICએ નવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી કરી લોન્ચ, બીમાર પડવા પર મળશે આ લાભ- વાંચો વિગત

અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પત્રકાર પરીષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ઈઝરાઈલનસ NSO કંપનીના પેગાસીસ સોફટવેર દ્વારા ફ્રાંસમાં પત્રકારો અને રાજકારણીઓના ફોન હેકીંગ કરવાની ઘટાનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ભારતમાં આ પેગાસીસ (Pegasus) માલવેર દ્વારા ૩૦૦ જેટલા મહાનુભાવોના ફોન હેક કરીને જાસુસ કરાઈ હતી. તેવી ઘટનાનો સ્વીકાર કરવાનો જ ભાજપની સરકાર ઈન્કાર કરી રહી છે. સદરહુ પેગાસીસ દ્વારા કર્ણાટક અને મધ્યપ્રદેશની ચુંટાયેલ સરકારને ઉથલાવવામાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કરીને જાસુસી કરાઈ હતી.

ઉપરાંત ચુંટણી પંચના કમિશ્નર લવાસાનો ફોન હેક કરીને ચુંટણી પંચની પણ જાસુસી કરીને આખી ચુંટણી પ્રક્રિયાની સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરાયો હતો. સુપ્રીમ કોર્ટના જજ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ગોગોઈની મહિલા સ્ટાફના પરિવારજનોના ૧૧ મોબાઈલ નંબરો હેક કરાયા હતા. એ સુવિદિત છે કે ગોગોઈ ઉ૫ર આ મહિલા સ્ટાફે યોનશોષણનો આરોપ લગાવ્યો હતો. ગોગોઈને સેવા નિવૃતિ પછી ભાજપ સરકારે રાજ્યસભાના સભ્યપદે નોમીનેટ કર્યા હતા.

આ પણ વાંચોઃ Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!

કોંગ્રેસ પક્ષના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ સરકારના બે મંત્રીઓ પ્રહલાદ જોષી અને વિષ્નોઈના ફોન હેક કરવામાં આવ્યા હતા. ભાજપ સરકારે પાકિસ્તાન કે ચીનની જાસુસી કરવાને બદલે પોતાના જ દેશના નાગરીકોની જાસુસી કરીને કોરીયા જેવા દેશોની શ્રેણીમાં ભારતને મુકાવી દીધું છે. ભારતના નાગરીકોને બંધારણે આપેલો સ્વતંત્ર અને વ્યકિત્તગત જીવન વિન રોક-ટોકે જીવવાનો જે અધિકાર આપ્યો છે તેની રક્ષા કરવાને બદલે ભાજપ સરકાર આવું ગેરકાનુની સ્નુપીંગ કરાવી રહી છે.


અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાનતની ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ દરમ્યાન કર્ણાટક અને મધયપ્રદેશની જેમ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોના ફોન હેક કરવામાં આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો અને આ ઘટનાની તપાસ કરવામાં આવે તો કોના ફોન હેક થયા હતા તેની સાથે કયા ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે સોદાની ઘટના પણ સામે આવશે.
પેગાસીસ સોફટવેર દ્વારા કોઈના પણ ફોન ઉપર સાઈબર એટેક કરીને આખો મોબાઈલ ફોન જ હેક કરીને દુનિયાના અમુક દેશોની સરકારના વિરોધીઓ અને મહાનુભાવોની જાસુસી કરવાની ઘટના તો હમણાં બહાર આવી, પરંતુ અમદાવાદમાં કોઈ ઈઝરાઈલ કંપનીના હેકીંગ સોફટવેર મારફત અમદાવાદમાં જ સરકાર દ્વારા વિરોધીઓના મોબાઈલ ફોન હેક-ટેપ કરવાની શંકાઓ, ફરીયાદો અને અખબારી અહવાલો છે કે ૨૦૧૦માં બહાર આવ્યા હતા. જે તે વખતની ગુજરાતની ભાજપ સરકારના મહાનુભાવોના ઈશારે આ ટેપીંગ ચોક્કસ અધિકારીઓ ઓપરેટ કરતા હોવાની ફરીયાદો હતી જ.

આ પણ વાંચોઃ Shilpa shetty: પતિ રાજની ધરપકડની અસર પત્નિના કરિયર પડી, આ શોમાંથી શિલ્પા શેટ્ટી થઇ આઉટ- હવે આ અભિનેત્રી લેશે તેની જગ્યા..!

આ પેગાસીસ(Pegasus) સોફટવેરનું અમદાવાદ કનેકશન શું છે, તેની તપાસ થવી જોઈએ.પેગાસીસ જાસુસી કૌભાંડ બાબતે ભાજપનો બચાવ કરતું નિવદેન આપનાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચેતવણી આપતાં અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં બેઠેલા તેઓના આકાઓ તેમની જુની પુરાણી ટેવ મુજબ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય નેતાઓના ફોન ટેપ કરે છે કે કેમ તેની ખાનગીમાં ચકાસણી કરાવી લે. અગાઉ ૨૦૦૨માં જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના જ આગેવા હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ટેલીફોન ટેપ કરવાની સુચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી તે બાબત રેકોર્ડ ઉપર મૌજુદ છે.

૨૦૦૯માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુચનાથી જે તે વખતના ગૃહમંત્રી અમીત શાહે એક યુવતીની તેમના બેડરૂમ સુધી જાસુસી કરવામાં આવી હતી અને તે બાબતની એક આઈ.પી.એસ. અધિકારીની વાતચીતની આખી ટેપ સી.બી.આઈ.એ મેળવી હતી તે ઘટના પણ રેકોર્ડ ઉપર મૌજુદ છે. આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટે નીમેલ એમાઈકસ કયુરી રાજુ રામચંદ્રન પાસે સત્ય રજુ કરવા ગયા હતા તેની કિન્નાખોરી રાખીને ભાજપ સરકારે તેની ધરપકડ કરી હતી ત્યારે મારી મોબાઈલની કોલ ડીટેઈલ ગેરકાનુની રીતે મેળવીને કોર્ટમાં રજુ કરાઈ હતી અને આજે પણ ગુજરાતમાં સેંકડો લોકોની કોલ ડીટેઈલ ગુરકાનુની રીતે મેળવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Jeff Bezos is Go and back to Space: વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અંતરિક્ષની સફર ખેડી ઇતિહાસ રચ્યો, લોન્ચિંગથી પરત સુધીની પ્રક્રિયા ઓટોમેટિક
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પેગાસીસ માલવેરની ખરીદી અને મેઈનટેન્સ કોન્ટ્રાકટ મુજબ આવા માલવેર માત્ર સાર્વભૌમિક સરકારોને માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા જ વેચવામાં આવે છે અને એક મોબાઈલ હેક કરવાનો ખર્ચ લગભગ ૯૦ લાખ જેટલો થાય છે. ૪૫ કરોડનું એક પેગાસીસ(Pegasus) ૫૦ ફોન ટેપ કરી શકે છે. નાગરીકોની જાસુસી કરવાનો ખર્ચ કયા હેડ હેઠળ કરવામાં આવે છે ? કે પવી આ ખર્ચ કોઈ ખાનગી ઉદ્યોગ ગૃહ કે ભારત સરકારનું સ્વાયત એકમ ભોગવે છે. આ બાબે સર્વાંગી તપાસ જરૂરી છે. નાગરીકો અને મહાનુભાવોની આટલા મોટા પાયે જાસુસી કરાતી હોવા છતાં ભાજપની સરકારે “ડીનાયાલ મોડ”માં છે. અમેરીકામાં વિરોધપક્ષની જાસુસી કરવાના વોટરગેટ કૌભાંડના આરોપ લાગતાં ત્યાંના જે તે વખતના પ્રમુખ નિકસને રાજીનામું આપી દીધેલ હતું. પરંતુ વર્તમાન ભાજપ સરકારનો તપાસ કરવાનો પણ ઈન્કાર કરે છે.

(ડો. મનીષ એમ. દોશી)
મુખ્ય પ્રવકત્તા

Whatsapp Join Banner Guj