mohan bhagwat 1200 5

Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!

Mohan bhagwat: સંઘ પ્રમુખે કહ્યું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ રીતે સફળ ન થઈ, પણ ભાગલા પડીને પાકિસ્તાન બની ગયું.

નવી દિલ્હી,21 જુલાઇઃ Mohan bhagwat: બે દિવસની આસામ મુલાકાત દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે હવે મુસ્લિમો અને પાકિસ્તાન પર નવું નિવેદન આપ્યું છે. સંઘ પ્રમુખે કહ્યું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ રીતે સફળ ન થઈ, પણ ભાગલા પડીને પાકિસ્તાન બની ગયું.

મોહન ભાગવતે(Mohan bhagwat) ગૌહાટીમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની હાજરીમાં NRC-CAA પર લખેલા એક પુસ્તકને લોન્ચ કર્યું. તેઓએ CAA-NRC પર મુસ્લિમોની આશંકા દૂર કરવાના પ્રયાસ કર્યા, અને કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે. જે રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવે છે.

ભાગવતે(Mohan bhagwat) કહ્યું કે આઝાદી પછી દેશના પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે અલ્પસંખ્યકોનું ધ્યાન રાખવામાં આવશે અને આજ દિવસ સુધી એવું કરવામાં આવ્યું છે. અમે પણ એમ જ કરતા રહીશું. CAAને કારણે કોઈ મુસ્લિમોને નુકસાન નહીં થાય. સિટિઝનશિપ એક્ટ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે જેથી પાડોશી દેશોમાં પરેશાન અલ્પસંખ્યકોને સુરક્ષા આપી શકાય. જો બહુસંખ્યક પણ કોઈ ડરના કારણે આપણાં દેશમાં આવવા માગે છે તો અમે તેમની પણ મદદ કરીશું.

આ પણ વાંચોઃ Form 15CA and 15CB: ફોર્મ 15સીએ-15 સીબી ભરવાની તારીખ લંબાવવામાં આવી, આ છે છેલ્લી તારીખ- વાંચો અગત્યની માહિતી

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 4 જુલાઈએ ભાગવતે એક પુસ્તકનું લોન્ચિંગ કર્યું હતું તે દરમિયાન કહ્યું હતું કે, “જો કોઈ હિંદુ કહે છે કે મુસ્લિમ અહીં ન રહી શકે, તો તે હિંદુ જ નથી. ગાય એક પવિત્ર જાનવર છે, પરંતુ જેઓ તેના નામે બીજાને મારે છે તે હિંદુત્વનો વિરોધી છે. આવા મામલામાં કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. તમામ ભારતીયોના DNA એક છે, તે પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય.”

આ પણ વાંચોઃ Shilpa shetty: પતિ રાજની ધરપકડની અસર પત્નિના કરિયર પડી, આ શોમાંથી શિલ્પા શેટ્ટી થઇ આઉટ- હવે આ અભિનેત્રી લેશે તેની જગ્યા..!

ઓવૈસી અને દિગ્વિજયે નિવેદન પર કટાક્ષ કર્યા હતા

  • હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે, ‘RSSના ભાગવતે(Mohan bhagwat) કહ્યું કે લિંચિંગ કરનારા હિંદુત્વ વિરોધી છે. આ ગુનેગારોને ગાય અને ભેંસમાં તફાવત નહીં ખબર હોય, પરંતુ હત્યા કરવા માટે જુનૈદ, અખલાક, પહલૂ, રકબર, અલીમુદ્દીનના નામ જ પુરતા હતા. આ નફરત હિંદુત્વની ભેટ છે.’
  • દિગ્વિજયે સિંહે પણ ભાગવતના નિવેદન પર ટિપ્પણી કરી હતી. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મોહન ભાગવત જી આ વિચાર શું તમારા શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને પણ આપશો? શું આ શિક્ષણ તમે મોદી-શાહજી અને ભાજપના મુખ્યમંત્રીને પણ આપશો?’
Whatsapp Join Banner Guj