02d66f97 c6e1 4323 b8fc 2b30970aa0d3

world breastfeeding week: માતા બાળકને ક્રૉસ ક્રેડલ પદ્ધતિથી ધવડાવે તો બાળકને ટીપે ટીપે નહીં પણ ઘૂંટડે ઘૂંટડે દૂધ પીવા મળે અને પોષણ સુધરે- વાંચો વિગત

  • world breastfeeding week: રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એમ.બી.બી.એસ ના અને નર્સિંગ ના વિદ્યાર્થીઓને ધાવણની સાચી રીતની તાલીમ આપવાનું શરૂ કર્યું છે
  • સયાજી હોસ્પિટલનો સ્ત્રી રોગ પ્રસૂતિ વિભાગ આ તાલીમબદ્ધ તબીબો અને નર્સિંગ સ્ટાફના માધ્યમ થી પ્રસૂતિ પહેલાની તપાસ માટે આવતી સગર્ભાઓ ને ક્રોસ ક્રેડલ સહિત ધાવણની સાચી રીતો ની તાલીમ આપશે અને જરૂરી કાઉન્સેલિંગ કરશે

વડોદરા, 05 ઓગષ્ટ:world breastfeeding week: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સગર્ભાઓ એટલે કે ભાવિ માતાઓને બાળક માટે અમૃત સમાન માતાનું ધાવણ કેવી રીતે આપવું તેની સચોટ પદ્ધતિઓથી જાણકાર બનાવવાનું બાળ અને માતાના આરોગ્ય માટે ખૂબ જ અગત્યનું અભિયાન શરૂ કર્યું છે.

તેના ભાગ રૂપે હાલમાં એમ.બી.બી.એસ.ના તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓને સ્ટેટ ઈનસ્ટીટ્યુટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સંસ્થાના સહયોગથી વિડિઓ અને નિદર્શનો દ્વારા માતાએ બાળકને કેવી રીતે ધાવણ આપવું જોઈએ તેની તાલીમ મુંબઈ આઇ. આઈ. ટી. એ બનાવેલા વિડીઓ અને મોડેલ નિદર્શન દ્વારા આપવામાં આવી રહી છે.ઉપરોક્ત સંસ્થાના નાયબ નિયામક ડો. મનીષ ફેન્સી રાજ્યભરમાં આ તાલીમ યોજી રહ્યાં છે અને હાલમાં ચાલી રહેલા વિશ્વ સ્તનપાન સપ્તાહની પ્રવૃતિઓના ભાગ રૂપે સયાજી હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ અને ભાવિ તબીબોને આ તાલીમ અને બ્રેસ્ટ ફીડિંગ કેમ અનિવાર્ય છે તેની સમજણ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો, કુસ્તીમાં વર્લ્ડ નંબર-1 વિનેશ ફોગાટની હાર, બ્રોન્ઝની આશા જીવંત- વાંચો વિગત

સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના ના વડા ડો.આશિષ ગોખલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ આયોજન અંગે વિભાગના અધિક પ્રાધ્યાપક ડો.મૈત્રી શાહે જણાવ્યું કે, અમે અમારે ત્યાં નોંધાયેલી સગર્ભા બહેનો જ્યારે પૂર્વ પ્રસૂતિ તબીબી તપાસ કરાવવા આવે ત્યારે તેમને સલામત માતૃત્વ માટે તૈયાર કરવાના ભાગ રૂપે કાઉન્સેલિંગ અને મોડલ આધારિત નિદર્શન દ્વારા ધાવણ આપતી વખતે પોઝિશન કેવી રાખવી, ફીડિંગ વખતે કેવી ભૂલો માતાઓ કરે છે અને તેને લીધે કેવી મુશ્કેલીઓ સર્જાય છે તથા એ ભૂલો કેવી રીતે સુધારવી તેની સમજણ આપવાનું શરૂ કરવા માંગીએ છે. તેમાં આ તાલીમ ખૂબ ઉપયોગી બનશે અને ભાવિ માતામાં બાળકને સરળતાથી સ્તનપાન (world breastfeeding week)કરાવી શકાય છે એનો વિશ્વાસ બંધાશે.


ખાસ કરીને આ તાલીમમાં ક્રોસ ક્રેડલ ફીડિંગ(world breastfeeding week) ટેકનિકની સમજણ આપવામાં આવી રહી છે. આ પદ્ધતિમાં બંને હાથને અદબની મુદ્રામાં રાખીને બાળકને યોગ્ય રીતે તેડીને ધાવણ આપતાં શીખવાડવામાં આવે છે. તેનો મોટો ફાયદો એ છે કે, બાળક ને ટીપે ટીપે નહીં પણ ઘૂંટડે ઘૂંટડે માતાનું દૂધ પીવા મળે છે જેથી તેને વધુ પોષણ મળવાની સાથે કુપોષણ અટકાવી શકાય છે.સચોટ રીતે ધાવણ માત્ર બાળક માટે જ નહીં પણ માતા માટે પણ એટલું જ ફાયદાકારક છે.ધાવણ ની સચોટતા માટે બાળકને કેવી રીતે તેડવું એ ખૂબ મહત્વનું છે.

આ પણ વાંચોઃ Rape case and murder: દિલ્હી-ભોપાલમાં 10 વર્ષની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરાઈ, પરિવારે હત્યારાઓ માટે ફાંસીની કરી માંગ- વાંચો વિગત

બાળકોના વિભાગના સહ પ્રાધ્યાપક ડો. શ્વેતલ ભટ્ટ કહે છે કે જન્મ પછી નવજાત શિશુને શક્ય તેટલું વહેલું માતાનું ધાવણ(world breastfeeding week) આપવું જોઈએ અને તેના સિવાય મધ કે અન્ય કશું જ આપવું ન જોઈએ. આ બાબત માતા માટે પણ એટલી જ ફાયદાકારક છે.બાળક માટે જન્મ ના ૬ મહિના સુધી માતાના દૂધ થી ઉત્તમ અન્ય કોઈ પોષક આહાર નથી.ધાવણની સચોટ પદ્ધતિ કુપોષણની સાથે બાળ મરણ ઘટાડવામાં ઉપયોગી બની શકે છે. તેઓ કહે છે કે આ પ્રકારની તાલીમ અને તેના અમલથી સમુચિત બ્રેસ્ટ ફીડિંગની જાગૃતિની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યો માટે મોડલ બની શકે.


આ સપ્તાહના ભાગ રૂપે જન્મ ના છ મહિના પછી કેવો ઉપરી આહાર આપવો તેની જાણકારી નું સત્ર યોજવામાં આવશે. આ ઉપરાંત બાળ આરોગ્ય વિભાગ દ્વારા સ્તનપાન જાગૃતિ વિષયક ક્વિઝ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ પણ વિવિધ કક્ષાના તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી છે. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા દ્વારા સંસ્થા ખાતે અગાઉ એક બેચમાં ટ્રેનિંગ ટુ ટ્રેનર્સ અન્વયે રાજ્યના જિલ્લાઓના તબીબો અને નર્સિંગ સ્ટાફને આ તાલીમ આપવામાં આવી છે. હવે આ લોકો પોતાના જિલ્લાના અન્ય તબીબો અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપશે.

આ પણ વાંચોઃ Gautam thapar: ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં અવંતા ગ્રુપના ગૌતમ થાપરની ધરપકડ કરી- વાંચો શું છે મામલો?


લોક માતા ગંગા અને જન્મદાત્રી માતા, આ બંને નો દરજ્જો એક સમાન છે.ગંગાનું જળ જન સમુદાયને પોષે છે તો માતાનું દૂધ પ્રત્યેક બાળક માટે સુપોષક છે, એનો જન્મસિદ્ધ અધિકાર છે.માતાના ધાવણથી બાળકને વંચિત રાખવું એ કાયદાની રીતે તો નહીં પણ નૈતિક ગુનો છે એવું જરૂર કહી શકાય. ગંગા તેરા પાની અમૃતની પંક્તિઓને, માતા તારું ધાવણ અમૃત એ રીતે પણ લખી શકાય.ત્યારે સયાજી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ અને રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિગૃહનો આ પ્રયાસ સરાહનીય છે.

Whatsapp Join Banner Guj