Mauritius fire news

Mauritius fire news: મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાઇ દુર્ઘટનામા 6 લોકોના મોત નીપજ્યા-એસ.જયશંંકર શોક વ્યક્ત કર્યો

Mauritius fire news: સોમવારે શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

નવી દિલ્હી, 05 માર્ચઃ Mauritius fire news: મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. સોમવારે શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક અહેવાલ અનુસાર, ટાપુ રાષ્ટ્રમાં રવિવારે આગ લાગવાની ઘટનામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, મોરેશિયસમાં મહાશિવરાત્રિની ઉજવણી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે સાંભળીને તેઓ દુઃખી થયા છે. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો અને મોરેશિયસના લોકો પ્રત્યે અમારી સંવેદના. અહેવાલોમાં જણાવાયું છે કે શ્રદ્ધાળુઓ ગ્રાન્ડ બેસિન લેક સુધી પગપાળા મુસાફરી કરી રહ્યા હતા, જેને મોરેશિયસના હિન્દુ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Arjun modhwadia and ambarish der joined Bjp: અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા, સી આર પાટીલના હસ્તે કર્યો કેસરિયો ધારણ

ઉલ્લેખનીય છે કે, પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિંદુ સમુદાય દ્વારા પવિત્ર ગણાતા શિવરાત્રી તહેવાર પહેલા તીર્થયાત્રીઓ પગપાળા ગ્રાન્ડ બેસિન તળાવની યાત્રા કરી રહ્યા હતા. કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો