News Flash 08

Reached the secretariat with pending demands: ગુજરાતના સરકારી કર્મચારીઓ પડતર માગણીઓ સાથે સચિવાલયમાં પહોંચ્યા, વાંચો વિગત

Reached the secretariat with pending demands: અગાઉ પેન ડાઉનનો કાર્યક્રમ સફળ રહ્યા બાદ શુક્રવારે કર્મચારીઓ વ્યક્તિગતરીતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે સચિવાલય ઉમટયા

ગાંધીનગર, 16 માર્ચઃ Reached the secretariat with pending demands: જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી કર્મચારી મંડળ તથા સંયુક્ત મોરચા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ પેન ડાઉનનો કાર્યક્રમ સફળ રહ્યા બાદ શુક્રવારે કર્મચારીઓ વ્યક્તિગતરીતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે સચિવાલય ઉમટયા હતા. સમગ્ર રાજ્યના હજ્જારોની સંખ્યામાં કર્મચારીઓ સચિવાલયના ગેટ પાસે પહોંચી ગયા હતા તેમ છતા પોલીસને ગંધ આવી ન હતી આખરે સચિવાલયના દરવાજા તાબડતોબ બંધ કરી કર્મચારીઓને અટકાવ્યા હતા. સામાન્ય બળ પ્રયોગ કરીને સેંકડો કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ajay Pratap Singh Left BJP: ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે સભ્યપદેથી આપ્યુ રાજીનામુ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, હજ્જારોની સંખ્યામાં કર્મચારીઓ આજે તો કોઇ પણ જાણ કર્યા વગર જુના સચિવાલયના ગેટ પાસે પહોંચી ગયા હતા અને આવેદનપત્ર આપવા નવા સચિવાલય ધસી ગયા હતા જે સમયે પોલીસે સચિવાલયને કિલ્લેબંધીમાં કેદ કરી દીધું હતું અને જુના સચિવાલયના દરવાજા પાસે જ કર્મચારીઓને અટકાવી દીધી હતા એટલુ જ નહીં, ત્યાંથી કર્માચરીઓ જગ્યા નહીં છોડતા ધરપકડનો દૌર શરૃ કર્યો હતો. જેમાં એક પછી એક વાહનો લગાવીને તેમાં ડિટેઇનનો સિલસિલો શરૃ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ પાસે વાહનો ખુટી પડયા હતા પણ કર્મચારીઓ ત્યાંથી હટયા ન હતા. ડિટેઇન કરેલા પાંચસોથી વધુ કર્મચારીઓને કરાઇ એકેડમી, ડીએસપી કચેરી તથા સે-૨૧ પોલીસ સ્ટેશને એમ અલગ અલગ જગ્યાએ રાખવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ Fact check About Big B Health: અમિતાભ બચ્ચન છે એકદમ સ્વસ્થ્ય, આ કારણે ગયા હતા હોસ્પિટલ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો