33 killed in lightning strike

39 killed in lightning strike: અહીં વરસાદ-વીજળી પડવાના કારણે એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, વાંચો વિગત

39 killed in lightning strike: મુખ્યમંત્રી તરફથી મૃતકના પરિવારોને 4 -4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 25 મેઃ39 killed in lightning strike: ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાની પવનથી એક દિવસમાં લગભગ 39 લોકોના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, સોમવારે મોટા ભાગની ઘટનાઓ ધૂળ, ડમરી અને વિજળી પડવા તથા ડૂબવાના કારણે થયા છે. મુખ્યમંત્રી તરફથી મૃતકના પરિવારોને 4 -4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

ધૂળ ડમરી અને ભારે પવનથી મોત

યુપી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સોમવારે ધૂળ ભરેલી ડમરી, વિજળીના કડાકા અને ડૂબવાના કારણે અલગ અલગ ઘટનાઓમાં 39 લોકોના મોત થઈ ગયા, જ્યારે ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. ઉપરાંત ત્રણ જાનવરોના પણ મોત થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ Bharat bandh on 25 may: કાલે ભારત બંધનું એલાન, જાણો શું છે કારણ ?

રેવન્યૂ વિભાગે કહ્યું છે કે, આગરા અને વારાણસીમાં ચાર ચાર લોકોના મોત થયા છે. ગાઝીપુર અને કૌશાંબીમાં એક એક તથા પ્રતાપગઢમાં બે લોકોના ડૂબવાથી મોત થયા છે. નિવેદન અનુસાર, અલીગઢ, શાહજહાંપુર અને બાંદામાં એક એક વ્યક્તિના મોત જ્યારે લખીમપુર ખીરીમાં બે લોકોના વિજળી પડવાથી મોત થયા છે.

નોંધનીય છે કે, ધૂળ અને ડમરીથી અમેઠી, ચિત્રકૂટ, અયોધ્યા, ફિરોઝાબાદ, મુઝફ્ફરનગર અને જૌનપુરમાં એક એક તથા વારાણસી, બાંરાબંકી, આંબેડકરનગર, બલિયા અને ગોંડામાં બે બે જ્યારે કૌશાંબી અને સીતાપુરમાં ત્રણ-ત્રણ લોકોના મોત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Sales of Tata Motors are highest: ટાટાના વેચાણમાં જંગી વધારો… કંપનીએ બે મહિનામાં કર્યું રેકોર્ડ બ્રેક વાહનોનું વેચાણ

Gujarati banner 01