6 students suspended for disobeying hijab order

6 students suspended for disobeying hijab order: મેંગલુરૂમાં હિજાબ બેનનો આદેશ ના માન્યો, સ્કૂલની 6 વિદ્યાર્થિની સસ્પેન્ડ

6 students suspended for disobeying hijab order: કર્ણાટકમાં ફરી એક વખત હિજાબ વિવાદ મામલે સ્કૂલની વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામાં આવી

કર્ણાટક, 03 જૂનઃ 6 students suspended for disobeying hijab order: કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરૂમા એક સરકારી કોલેજમાં હિજાબ વિવાદ જોવા મળ્યો હતો. 6 વિદ્યાર્થીઓ સ્કૂલ દરમિયાન હિજાબ પહેરીને આવતા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ક્લાસમાં હિજાબ ના પહેરવાની ચેતવણી આપવામાં આવી હતી જેને તે સતત નજરઅંદાજ કરી રહ્યા હતા.

તે બાદ ઉપ્પિનાગેડીના સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજના પ્રિન્સિપલ શેખર એમડીએ કડક કાર્યવાહી કરતા 6 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધી હતી.

કેટલાક વિદ્યાર્થીઓના ગ્રુપે જ્યારે યુવતીના હિજાબ પહેરીને આવતા વિરોધમાં કોલેજમાં ભગવા શાલ પહેરીને ક્લાસમાં આવવાનું શરૂ કરતા કોલેજ મેનેજમેન્ટે કાર્યવાહીનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ Banking Benefits: આ બેંકમાં મળશે 35 લાખની લોન, આંગળીના ટેરવે થઈ જશે આ કામ

હિજાબ વિવાદને રિપોર્ટ કરવા જ્યારે ટીવી ચેનલના બે પત્રકાર કોલેજમાં પહોચ્યા તો હિજાબ સમર્થક વિદ્યાર્થીઓએ તેમણે કેદ કરી નાખ્યા હતા.

આટલુ જ નહી તેમના મોબાઇલ ફોનમાંથી વીડિયો ક્લિપિંગ પણ હટાવી દીધી હતી. કન્નડ ન્યૂઝ ચેનલમાં કામ કરનારા અજિત કુમાર અને પ્રવીણ કુમારે તેની ફરિયાદ નોંધાવી છે, તેમના અનુસાર 20 વિદ્યાર્થીઓએ તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. ધકેલતા એક ક્લાસરૂમમાં લઇ ગયા હતા અને ત્યા તેમને કેદ કરી નાખ્યા હતા, વિદ્યાર્થીઓએ તેમણે ત્યારે જ છોડ્યા હતા જ્યારે તેમણે પોતાના ફોનમાંથી વીડિયો ડિલેટ કર્યો હતો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Big announcement by Bharatsinh Solanki: ભરતસિંહના વાઇરલ વિડિઓની દિલ્હી હાઇકમાન્ડે લીધી નોંધ, રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લીધો

આ પણ વાંચોઃ India Australia Test match: સિડની ટેસ્ટમાં રહાણેએ અમ્પાયરને કહ્યું- અમે ડ્રેસિંગ રૂમમાં બેસવા નહી, મેચ રમવા આવ્યા છીએ

Gujarati banner 01