navbharat times edited

કૃષિ કાયદા અંગે ખેડૂતોની માંગ અડગ: 4 જાન્યુઆરીએ થશે મહત્વની બેઠક

navbharat times edited

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ છેલ્લા 37 દિવસથી પંજાબ હરિયાણાના ખેડૂતો કૃષિ કાયદાને લઇ આંદોલન પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલનને બંધ કરાવવા માટે સરકારે ખેડૂતો સમક્ષ અનેક પ્રસ્તાવ મૂક્યા છે. પરંતુ કોઇ નિવારણ આવ્યું નથી. ખેડુતો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કુચ કરશે. જ્યારે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે આગામી 4 મી જાન્યુઆરીએ યોજાનારી મુલાકાતમાં કેટલાક સારા પરિણામો આવે તેવી આશા છે.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનના 37માં દિવસે 80 ખેડૂત સંગઠનોએ સિંઘુ બોર્ડર પર બેઠક યોજી હતી. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું છે કે  આજે દિલ્હી ખાતે પ્રેસ એક પ્રેસ કોન્ફરન્સ કરશે. 4 જાન્યુઆરીની વાતચીતના આધારે, ખેડૂત સંગઠનો આગળની રણનીતિ નક્કી કરાશે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે આગામી બેઠકમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કૂચ કરશે અને ખેડૂતોની માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા રદ કરવા જોઈએ અને બીજો લઘુત્તમ ટેકાના ભાવે એમએસપીની ખાતરી આપવામાં આવે.

આ પણ વાંચો…

આ નામની વ્યક્તિ જન્મથી જ માલિક હોય છે, જુઓ તમારું નામ છે આ લિસ્ટમાં સામેલ !!