Mann ki baat 31 Jan 21

પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ, જાણો વધુમાં ગુજરાત વિશે શું કહ્યું વડાપ્રધાને…

Mann Ki Baat

નવી દિલ્હી, 28 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રેડિયો પ્રોગ્રામ મન કી બાત (Mann Ki Baat) દ્રારા 75મી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પહેલાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2014માં વિજયદશમીના દિવસે મન કી બાત(Mann Ki Baat) કાર્યક્રમની શરૂઆત થઇ હતી પરંતુ એવું લાગે છે કે આ બસ ગઇકાલની વાત છે.

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મનકી બાત દરમિયાન, મેં પ્રવાસનના વિવિધ પાસાંઓ વિષે અનેક વખત વાત કરી છે. પરંતુ આ દિવાદાંડીઓ પ્રવાસનની દ્રષ્ટિએ અજોડ હોય છે. પોતાની ભવ્ય બાંધણીના કારણે દિવાદાંડીઓ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ અલગ તારવવામાં આવી છે. આ તમામ દિવાદાંડીઓમાં તેમની ક્ષમતા મુજબ સંગ્રહાલય, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, અલ્પાહારગૃહ, બાળઉદ્યાન, પર્યાવરણ સાનુકૂળ નિવાસગૃહો અને કુદરતી સૌંદર્ય સ્થળ તેયાર કરવામાં આવશે. જયારે દિવાદાંડીની વાત થઇ રહી છે તો હું એક અજોડ દિવાદાંડી વિષે આપને પણ જણાવવા ઇચ્છીશ. આ દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. જાણો છો ?  આ દિવાદાંડી કેમ ખાસ છે ? ખાસ એટલા માટે છે કે જયાં આ દિવાદાંડી આવેલી છે, ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થર પણ મળી જશે, જે એવું સૂચવે છે કે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. એનો અર્થ એ થયો કે પહેલાં દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે. 

ADVT Dental Titanium

પીએમ મોદી બનાસકાંઠામાં મધના ઉત્પાદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના જ સુંદરવન ક્ષેત્રનું કુદરતી ઓર્ગેનિક મધ તો દેશ અને દુનિયામાં પસંદ કરવામાં આવે છે. આવો જ એક વ્યક્તિગત અનુભવ મને ગુજરાતનો પણ છે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે, અહિં એટલી બધી શક્યતા છે, તો શા માટે બનાસકાંઠા અને આપણા અહિંના જ ખેડૂતો મધુરક્રાંતિનું નવું પ્રકરણ ન લખે ? અને તમને જાણીને આનંદ થશે કે, આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના કિસાનો મધમાંથી દર વર્ષે લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. 

આ જ પ્રકારે એક ઉદાહરણ હરિયાણાના યમુનાનગરનું પણ છે. યમુનાનગરમાં ખેડૂતો મધમાખી પાલન કરીને દર વર્ષે સેંકડો ટન મધ પેદા કરે છે, પોતાની આવક વધારી રહ્યા છે. ખેડૂતોની આ મહેનતના પરિણામે જ દેશમાં મધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. અને વાર્ષિક લગભગ સવા લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેમાંથી મોટા પ્રમાણમાં મધ વિદેશમાં નિકાસ પણ થઇ રહ્યું છે. સાથીઓ, મધમાખી પાલનમાં માત્ર મધમાંથી જ આવક નથી થતી, પરંતુ મધપૂડાનું મીણ પણ આવકનું બહુ મોટું માધ્યમ છે. ઔષધ ઉદ્યોગ, ખાધાન્ન ઉદ્યોગ, કાપડ અને કોસ્મેટિકસ ઉદ્યોગ એમ દરેક જગ્યાએ આ મીણની માંગ છે. આપણો દેશ હાલ તો મીણની આયાત કરે છે. પરંતુ આપણા ખેડૂતો હવે આ સ્થિતિ ઝડપથી બદલી રહ્યા છે. એટલે કે, એક રીતે આત્મનિર્ભર ભારત અભિયાનમાં મદદ કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આજે તો વિશ્વ આયુર્વેદ અને પ્રાકૃતિક સ્વાસ્થ્ય ઉત્પાદનો તરફ મીટ માંડી રહી છે. એવામાં મધની માંગ વધુ ઝડપથી વધી રહી છે. હું ઇચ્છું છું કે, દેશના વધુને વધુ ખેડૂતો પોતાની ખેતીની સાથે સાથે મધમાખી પાલનના વ્યવસાયમાં પણ જોડાય. તે ખેડૂતોની આવક પણ વધારશે, અને તેમના જીવનમાં મીઠાશ પણ ઘોળશે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016 માં એક આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું હતું કે અહીં એટલી સંભાવનાઓ છે, બનાસકાંઠા અને આપણા ખેડૂતો sweet revolution નો નવો અધ્યાય કેમ ન લખે? તમને જાણીને ખુશી થશે કે આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેંદ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના ખેડૂતો મધ વડે વર્ષે લાખો રૂપિયા કમાય છે. 

આ પણ વાંચો….

નેશનલ હાઇવે(national highway) પર જતા પહેલા જાણી લેજો આ માહિતીઃ 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો- વાંચો સંપૂર્ણ માહિતી