PM Modi image

Modi Cabinet Meeting: નવી કેબિનેટનો મોટો નિર્ણય, જે અંતર્ગત એક લાખ કરોડ રૂપિયા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો સુધી પહોંચશે

Modi Cabinet Meeting: કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે પ્રેસને સંબોધતા જણાવ્યું કે એપીએમસી માર્કેટયાર્ડ્સને વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે. કૃષિ મંડિયોને વધું સંસાધન આપવામાં આવશે

નવી દિલ્હી, 08 જુલાઇઃ Modi Cabinet Meeting: મોદી કેબિનેટના વિસ્તાર અને ફેરબદલ પછી બેઠકો શરૂ થઈ ગઈ છે. સાંજે પાંચ વાગે બોલાવેલી મોદી સરકારની નવી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠક પૂર્ણ થયા પથી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકાર મંડીઓનું સશક્તિકરણ કરવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત એક લાખ કરોડ રૂપિયા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો સુધી પહોંચશે

કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે પ્રેસને સંબોધતા જણાવ્યું કે એપીએમસી માર્કેટયાર્ડ્સને વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે. કૃષિ મંડિયોને વધું સંસાધન આપવામાં આવશે, મંડિઓ ખત્મ નહીં થાય.તોમરે જણાવ્યું કે આપણા દેશમાં એક મોટો ક્ષેત્ર છે, જ્યાં નારિયેળની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે.

મોદી કેબિનેટ(Modi Cabinet Meeting)ના વિસ્તરણ અને ફેરબદલ બાદ બેઠકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકારના નવા મંત્રીમંડળની બેઠક સાંજે પાંચ વાગ્યાથી ચાલી રહી છે. ગત રોજના વિસ્તરણ બાદ કેબિનેટની આ પહેલી બેઠક છે. માનવામાં આવે છે કે બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. સાતમા પગારપંચની માર્ગદર્શિકા મુજબ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) અને ડીઆરનો લાભ અંગે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઇ શકાય છે. ગયા બુધવારે જ મળનારી બેઠકમાં આમ કરવાનું હતું, પરંતુ બેઠક રદ કરવામાં આવી હતી

નારિયેળનું ઉત્પાદન વધે તે માટે સરકારે નારિયેળ બોર્ડ 1981માં બનાવ્યું હતું. આ બોર્ડમાં સરકાર સંશોધન કરવા જઈ રહી છે કે બોર્ડ અધ્યક્ષ કિસાન પુષ્ઠભૂમિથી હોય અને તે જમીનની હાલતને સારી રીતે સમજી શકે. આ સિવાય એગ્ઝીક્યૂટીવ પાવર માટે એક CEPOની નિમણૂંક કરવામાં આવશે. બોર્ડમાં બે રીતના સદસ્યો હશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર(Modi Cabinet Meeting)ના કર્મચારીઓ માટે કોવિડ મહામારીને કારણે ગયા વર્ષે DA, DR કેબિનેટની બેઠકમાં શપથ લેનારા કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહ્યા છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ રહી છે. આ સિવાય સાંજે 7 વાગ્યે મંત્રીઓની પરિષદની બેઠક પણ બોલાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહના બીજા જ દિવસે આ બંને બેઠક એક પછી એક યોજાઇ રહી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Pharma training in GTU: જીટીયુ જીએસપી દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગ યોજાઈ- વાંચો વિગત