Ujjain fire incident

Ujjain fire incident: ઉજ્જૈનના મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, દરેક પીડિતને 1 લાખની સહાય અને મફત સારવાર, CMએ કરી જાહેરાત

Ujjain fire incident: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા

whatsapp banner

નવી દિલ્હી, 25 માર્ચઃ Ujjain fire incident: હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત 12 લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ BJP 5th List: ભાજપની પાંચમી યાદી જાહેર, કંગનાને મંડીથી, અરુણ ગોવિલને મેરઠથી મળી ટિકિટ- વાંચો અન્ય રાજ્યોના ઉમેદવારની યાદી

હોળીનો તહેવાર હોવાથી વહેલી સવારથી ઉજ્જૈન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ભસ્મ આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં એકઠા થયા હતા. મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન મુખ્ય પૂજારી અને 5 સહયોગી પૂજારી હાજર હતા. મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદાયક છે. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ ભક્તોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. “રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં રોકાયેલું છે.”

ઉલ્લેખનીય છે કે, CM મોહન યાદવે ઉજ્જૈન મંદિર ઘટનાના દરેક પીડિતને 1 લાખ રૂપિયાની સહાય અને મફત સારવારની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ Holi Special Features: ગુજરાતના આ શહેરમાં થાય છે દુનિયાનો સૌથી મોટો હોલિકા ઉત્સવ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો