somnath shravan mas

Shravan mas shiv puja: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, સવાર થી ભક્તો શિવમંદિરોમાં

અમદાવાદ , ૦૯ ઓગસ્ટ: Shravan mas shiv puja: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની શરૂઆતમાં જ લોકોની શિવાલયોમાં ભારે ભીડ જામી છે. આજથી શિવમંદિરો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને બિલિપત્ર અર્પણ કરવામાં આવી રહ્યા છે. 

આ પણ વાંચો…Savarkundla truck accident: સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટના; મુખ્યમંત્રી રૂપાણીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની કરી જાહેરાત

આ ભોલેનાથ (Shravan mas shiv puja) નો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, ગત વર્ષે કોરોના મહામારીના લીધે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી હતી.

Shravan mas shiv puja

પરંતુ આ વખતે કોરોનાના કેસ ઘટતા ભાવિક ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા છે. (Shravan mas shiv puja) શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકર ની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે. 

Whatsapp Join Banner Guj