Train ac coach

Sabarmati-Chhapra Holi Special Train: સાબરમતી-છપરા વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, 21 માર્ચઃ Sabarmati-Chhapra Holi Special Train: પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-છપરા અને છપરા-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો… Election Commission Transfer Order Of IPS: ચાર રાજ્યોમાં 8 નોન-કેડર એસપી/એસએસપી અને 5 નોન-કેડર ડીએમની બદલી કરી, વાંચો વિગત

ટ્રેન નંબર 09457/09458 સાબરમતી-છાપરા-અમદાવાદ હોળી સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન નંબર 09457 સાબરમતી-છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર 23 માર્ચના રોજ સવારે 08:00 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે છાપરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09458 છાપરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર 24 માર્ચના રોજ છપરાથી સાંજે 20:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

રૂટમાં આ ટ્રેન અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ગોમતી નગર, બારાબંકી, ગોંડા, ગોરખપુર અને સિવાન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો